Malaika Arora Birthday : 52 વર્ષની ઉંમરે પણ હોટ છે સલમાન ખાનની EX ભાભી, જુઓ ફોટો
Malaika Arora Birthday Special : મલાઈકા અરોરાએ પોતાના 30 વર્ષના કરિયરમાં આઈટમ ગર્લના ટેગ સાથે અનેક સફળતાઓ મેળવી છે. ફિટનેસ સ્ટૂડિયોથી લઈ ફેશન લાઈન અને પ્રોડક્શન સુધી તેમણે એક મોટું નામ કમાયું છે.

ગ્લેમર વર્લ્ડમાં મલાઈકા અરોરાની ઓળખ માત્ર એક્ટિંગ નથી પરંતુ અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક પણ છે. આજે તે ભલે લક્ઝરી લાઈફ જીવે છે પરંતુ એક સમય હતો. જ્યારે તે પોતાના માતા-પિતા સાથે મુંબઈમાં એક ઘરમાં ભાડે રહેતી હતી.

મલાઈકા અરોરા આજે પોતાનો 52મો જન્મદિવસ મનાવી રહી છે. મલાઈકા અરોરાનો જન્મ 23 ઓક્ટોબર 1973ના રોજ મુંબઈમાં થયો હતો. આજે તેમણે ડાન્સ, ફિટનેસ અને એક્ટિંગ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં મોટી ઓળખ બનાવી છે.

મલાઈકા અરોરાને સાચી ઓળખ 1998માં આવેલી ફિલ્મ દિલથી મળી હતી. આ ફિલ્મમાં ગીત છૈયા છૈયાથી ફેમસ થઈ હતી. આ ગીતે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. ત્યારબાદ તેને બોલિવુડનો ડાન્સિંગ ક્વીનનો ખિતાબ મળ્યો હતો. મુન્ની બદનામ જેવા આઈટમ સોન્ગથી ઈન્ડસ્ટ્રીમાં મજબુત પકડ બનાવી હતી.

ગ્લેમર, ફિટનેસ અને સ્ટાઈલ આજે પણ અભિનેત્રીનું એક સિગ્રનેચર છે.આજે મલાઈકાને કોઈ નામની ઓળખ પણ નથી. રિપોર્ટ અનુસાર તેની નેટવર્થ અંદાજે 100 કરોડ છે.ટીવી શોમાં 6-8 કરોડ રુપિયાનો ચાર્જ લે છે. એક ફિલ્મમાં ગીત માડટે 90 લાખનો ચાર્જ લે છે.

મલાઈકાનું મુંબઈના બાંદ્રામાં 4 બીએચકે એપાર્ટમેન્ટ છે. જેની કિંમત અંદાજે 14.5 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક લક્ઝરી કારણો પણ છે. જેની કિંમત કરોડો રુપિયામાં છે.ગ્લેમરની દુનિયામાં જ નહીં, મલાઈકાએ રિયલ એસ્ટેટ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ રોકાણ કર્યું છે. તાજેતરમાં જ, મલાઈકાએ પોતાનું રેસ્ટોરન્ટ, સ્કારલેટ હાઉસ ખોલ્યું.

અરબાઝ ખાન અને મલાઈકા અરોરા 2016માં અલગ થયા હતા. ત્યારબાદ મલાઈકા અરોરા અર્જુન કપુરને ડેટ કરતી હતી પરંતુ એવી પણ ચર્ચાઓ થઈ હતી કે, બંન્નેનું બ્રેકઅપ થયું છે. અરબાઝ ખાનની વાત કરીએ તો તેમણે 2023માં શુરા સાથે લગ્ન કર્યા છે. શુરા અને અરબાઝ ખાન એક દીકરીના માતા-પિતા બન્યા છે.
11 વર્ષની હતી તો માતા-પિતાએ છૂટાછેડા લીધા, 19 વર્ષ બાદ અભિનેત્રી પતિથી અલગ થઈ, આવો છે મલાઈકાનો પરિવાર અહી ક્લિક કરો
