AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

મલાઈકાનો જન્મ મુંબઈના ચેમ્બુરમાં થયો હતો. મલાઈકા 11 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાએ છૂટાછેડા લીધા હતા. તેની માતા જોયસ પોલીકાર્પ મલયાલી છે અને તેના પિતા અનિલ અરોરા પંજાબી હતા અને ભારતીય સરહદ નજીકના ફઝિલકા ગામના હતા. અનિલ અરોરા મર્ચન્ટ નેવીમાં ફરજ બજાવતા હતા. તેની બહેન અમૃતા અરોરા પણ એક્ટ્રેસ છે.

મલાઈકા અરોરા એક ભારતીય એક્ટ્રેસ ડાન્સર, મોડલ, વીજે અને ટેલિવિઝન પ્રિઝેન્ટર છે. તે છૈયા છૈયા અને મુન્ની બદનામ હુઈ ગીતોમાં તેના ડાન્સ માટે ફેમસ છે. તે 2008માં પતિ અરબાઝ ખાન સાથે ફિલ્મ પ્રોડ્યુસર બની હતી. તેમની કંપની અરબાઝ ખાન પ્રોડક્શને દબંગ અને દબંગ 2 જેવી ફિલ્મો રિલીઝ કરી છે.

મલાઈકા ટેલિવિઝન શો નચ બલિયેમાં જજ તરીકે જોવા મળી હતી. આ સિવાય તે જરા નચકે દિખા અને શો ઝલક દિખલા જામાં પણ જજ તરીકે જોવા મળી હતી અને ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની જજિંગ પેનલમાં પણ મહત્વનો રોલ ભજવે છે.

મલાઈકાએ બોલિવુડ એક્ટર-નિર્દેશક-નિર્માતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા, જેની સાથે તે કોફી એડ શૂટ દરમિયાન મળી હતી. તેમને અરહાન નામનો પુત્ર પણ છે. પરંતુ 11 મે 2017ના રોજ બંનેના છૂટાછેડા થઈ ગયા અને હાલમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે.

Read More
Follow On:

Malaika Arora: વેલનેસ વેકેશન પર નીકળી મલાઈકા અરોરા, ફેન્સ માટે શેર કરી ખૂબસૂરત તસવીરો

મલાઈકા અરોરા પોતાના વેલનેસ વેકેશનને લઈને ચર્ચામાં છે. મોલ્ડોવામાં અભિનેત્રીએ પોતાની હેલ્થ અને ફિટનેસ રૂટિનની સુંદર તસવીરો શેર કરી છે.

19 વર્ષ નાના હીરા વેપારીના પ્રેમમાં મલાઈકા અરોરા, રોમમાં કર્યો રોમાન્સ ફોટો થયા વાયરલ

મલાઈકા અરોરા અને હીરા વેપારી હર્ષ મહેતાના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે બંન્નેના સંબંધોને લઈને પણ ખુબ ચર્ચાઓ થઈ રહી છે. મલાઈકા અરોરાએ અર્જુન કપુર સાથે બ્રેકઅપ પછી હર્ષ સાથે કોઈ પોસ્ટ કરી નથી.

કોણ છે મલાઈકા અરોરાનો રુમર્ડ બોયફ્રેન્ડ હર્ષ મહેતા? જુઓ વીડિયો

મલાઈકા અરોરા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. અભિનેત્રી એરપોર્ટ પર તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. તો ચાલો જાણીએ કે, અભિનેત્રીનો રુમર્ડ બોયફ્રેન્ડ કોણ છે અને શું કરે છે?

Malaika Arora Birthday : 52 વર્ષની ઉંમરે પણ હોટ છે સલમાન ખાનની EX ભાભી, જુઓ ફોટો

Malaika Arora Birthday Special : મલાઈકા અરોરાએ પોતાના 30 વર્ષના કરિયરમાં આઈટમ ગર્લના ટેગ સાથે અનેક સફળતાઓ મેળવી છે. ફિટનેસ સ્ટૂડિયોથી લઈ ફેશન લાઈન અને પ્રોડક્શન સુધી તેમણે એક મોટું નામ કમાયું છે.

આ છે બોલિવૂડના 6 સૌથી મોંઘા છૂટાછેડા, એલિમની જાણી હોશ ઉડી જશે

આજે અમે તમને બોલિવૂડના આવા 6 છૂટાછેડા વિશે જણાવીશું, જેમાં સૌથી વધુ ભરણપોષણ આપવામાં આવ્યું હતું.

51 વર્ષની ઉંમરે મલાઈકા કરશે બીજા લગ્ન? અભિનેત્રીએ કહી મોટી વાત

છૂટાછેડા પછી, મલાઈકા અને અરબાઝ તેમના પુત્ર અરહાનને સાથે મળીને સંભાળી રહ્યા છે. બંને તેમના જીવનમાં આગળ વધી ગયા છે અને ખુશ છે. હવે મલાઈકાએ તૂટેલા લગ્ન અને પ્રેમ વિશે વાત કરી છે.

g clip-path="url(#clip0_868_265)">