બોલિવુડના આ અભિનેતા જેમણે 70 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યા, પત્ની દીકરી કરતા 6 વર્ષ નાની
બોલિવુડના અનેક એવા અભિનેતા છે. જે પોતાની પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યા છે પરંતુ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.આ અભિનેતા છે કબીર બેદી જેમણે 70 વર્ષની ઉંમરે 30 વર્ષ નાની પરવીન સાથે ચોથી વખત લગ્ન કર્યા હતા.

બોલિવુડમાં અનેક એવા સ્ટાર છે. જેમણે કાં તો પોતાની ઉંમરથી નાની કે મોટી અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. કેટલાક એવા પણ છે જે કુંવારા છે. આજે અમે જે સ્ટારની વાત કરી રહ્યા છે કબીર બેદીની જેમણે 70 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કર્યા હતા.

કબીર બેદી ફિલ્મોની દુનિયામાં દિગ્ગજ અભિનેતા તરીકે જાણીતા છે. તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રોફેશનલ લાઈફ સિવાય અભિનેતાની પર્સનલ લાઈફ પણ હંમેશા ચર્ચામાં રહી છે.

અભિનેતાએ 4 વખત લગ્ન કર્યા છે. ચોથા લગ્ન કબીર બેદીએ વર્ષ 2016માં પાર્વીન દુશાંજ સાથે કર્યા છે. જે ઉંમરમાં તેનાથી ખુબ નાની છે. લગ્નના સમાચાર સામે આવ્યા બાદ અભિનેતા ખુબ ચર્ચામાં આવ્યા હતા.

ઉંમરમાં અંતરની આપણે વાત કરીએ તો કબીર બેદીની ઉંમર 79 છે અને પરવીનની 49 વર્ષ છે. એટલે કે, કપલમાં 30 વર્ષનું અંતર છે. મહત્વની વાત એ છે કે, પરવીન કબીર બેદીની દીકરી પુજા બેદીથી ઉંમરમાં નાની છે.

પુજા બેદી 55 વર્ષની છે. આ હિસાબથી પુજા અને પરવીન વચ્ચે 6 વર્ષનું અંતર છે.જોકે, પિતાના ચોથા લગ્ન સમયે, એવું કહેવામાં આવ્યું હતું કે ,આ કારણે પૂજા અને કબીર વચ્ચે અણબનાવ થયો હતો.

કબીરે એક ઈન્ટરવ્યુમાં પોતાની અને પરવીનની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે,વર્ષ 2005માં બંન્નેની મુલાકાત લંડનમાં થઈ હતી, પરવીન દુસાંજ કબીરનું નાટક જોવા આવ્યા હતા.

આગળ અભિનેતાએ કહ્યું કે, પ્લે બાદ જ્યારે બંન્નેની મુલાકાત થઈ તો બંન્ને વચ્ચે વાતચીત શરુ થઈ અને દોસ્તી થઈ, ત્યારબાદ અંદાજે 30 વર્ષની ઉંમરનો તફાવત હોવા છતાં બંન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો
