અમદાવાદનો આ અભિનેતાના લગ્નના 14 વર્ષ બાદ છુટાછેડાની થઈ રહી છે ચર્ચા, 3 બાળકોના પિતાનો આવો છે પરિવાર
જય ભાનુશાળીનો જન્મ 25 ડિસેમ્બર 1984ના રોજ અમદાવાદમાં ગુજરાતી પરિવારમાં થયો હતો.જય ભાનુશાળીએ 11 નવેમ્બર 2011ના રોજ અભિનેત્રી માહી વિજ સાથે લગ્ન કર્યા છે. તો આજે જય ભાનુશાળીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

ટીવી જગતથી વધુ એક કપલ અલગ થઈ રહ્યાની ચર્ચા ચાલી રહી છે. જય ભાનુશાળી અને માહી વિજ ટેલિવિઝનના સૌથી પ્રિય કપલમાંના એક છે. બંનેએ 2011 માં લગ્ન કર્યા. લગ્નના 14 વર્ષ પછી અલગ થઈ રહ્યાની ચર્ચા છે. પરંતુ આ વિશે બંન્નેમાંથી કોઈએ હજુ ખુલાસો કર્યો નથી.

જો આપણે ટીવી ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ્સ વિશે વાત કરીએ, તો જય ભાનુશાળી અને માહી વિજનું નામ ચોક્કસ આવશે. બંને ઘણા કપલ્સ માટે પ્રેરણારૂપ છે. તેઓ વર્ષો સુધી ડેટ કરતા રહ્યા અને પછી લગ્ન કર્યા હતા. આજે 3 બાળકોના માતા-પિતા છે.

જય ભાનુશાળીનો જન્મ 25 ડિસેમ્બર 1984ના રોજ અમદાવાદમાં થયો છે. તે એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તે એકતા કપૂરના શોમાં નીવ શેરગિલની ભૂમિકા અને નચ બલિયે 5 જીતવાથી ફેમસ થયો છે.

જય ભાનુશાળીના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

જય ભાનુશાળીએ ઝલક દિખલા જા 2, કૌન જીતેગા બોલિવૂડ કા ટિકિટ, ઇસ જંગલ સે મુઝે બચાવો, ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 7 અને બિગ બોસ 15 માં પણ ભાગ લીધો હતો.

નાના પડદા પર પોતાની અભિનય ક્ષમતાથી તેમણે દરેકના હૃદય પર છાપ છોડી છે. પોતાની સ્મિતથી દરેકને દિવાના બનાવે છે.તેમણે બીપીએમ હાઈસ્કૂલમાં શિક્ષણ મેળવ્યું હતું અને મૂળ મુંબઈમાં રહે છે. જયને ક્રિકેટ જોવાનું અને વિડીયો ગેમ્સ રમવાનું પસંદ છે.

અભિનેતા જય ભાનુશાળીએ ટેલિવિઝન પર એન્ટ્રી 'કસૌટી ઝિંદગી કી' દ્વારા કરી હતી. જેમાં તે સહાયક ભૂમિકામાં હતો. એક સમય હતો જ્યારે જય ભાનુશાળીને ડાન્સ ઈન્ડિયા ડાન્સની એન્કરિંગમાંથી ફેમસ થયો હતો.

જય ભાનુશાળીએ 2014માં સુરવીન ચાવલા સાથે રોમેન્ટિક થ્રિલર 'હેટ સ્ટોરી 2' થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. તેમની બીજી ફિલ્મ 'દેશી કટ્ટે' આ જ વર્ષે રિલીઝ થઈ હતી. 2015માં, જયએ સની લિયોન અને રજનીશ દુગ્ગલ સાથે 'એક પહેલી લીલા' માં કરણની ભૂમિકા ભજવી હતી.

જય ભાનુશાલી પોતાના સુંદર દેખાવથી લોકોના દિલ તો જીતે જ છે, પરંતુ તેમનો કોમિક ટાઇમિંગ પણ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. બિગ બોસ15માં સૌથી મોંઘો સ્પર્ધક રહી ચૂક્યો છે.

જય ભાનુશાલીએ 10મા ધોરણ પછી પાર્ટ-ટાઇમ નોકરી કરવાનું શરૂ કર્યું. જય અભિનય અને હોસ્ટિંગ દ્વારા સારી કમાણી કરે છે. તે ટીવી શો માટે પણ મોટી ફી લે છે. તેની પાસે એક BMW કાર પણ છે.તેની નેટવર્થ કરોડો રુપિયામાં છે.

જય ભાનુશાળી અને માહી વિજ એક ફેમસ ટીવી કપલ છે જેમણે 2011 માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે, એક પુત્રી, તારા, જેનો જન્મ 2019માં થયો હતો, અને બે બાળકો, રાજવીર અને ખુશી, જેમને તેમણે 2017માં દત્તક લીધા હતા.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓથી જય ભાનુશાલી અને માહી વિજ ન તો સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પોસ્ટ કરે છે અને ન તો એકબીજાના કોઈ વીડિયો પર પ્રતિક્રિયા આપે છે.

જોકે, પહેલા તેઓ એકબીજા સાથે સુંદર વીડિયો બનાવતા હતા. આ આધારે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, આ કપલ વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી, જેનો જવાબ આપીને માહીએ હવે બધાને ચૂપ કરી દીધા છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
