બિગ બોસ 19માંથી બહાર થઈ ગુજરાતી સ્પર્ધક નેહલ ચૂડાસમા, જુઓ પરિવારમાં કોણ કોણ છે
સલમાન ખાનનો શો 'બિગ બોસ 19 ' 16 સ્પર્ધકોની સાથે શરુ થઈ ગયો છે. આ સ્પર્ધકોમાં 8 પુરુષ અને 8 મહિલાઓ સામેલ છે. તો ચાલો જાણીએ શોની સ્પર્ધક બનેલી 8 મહિલાઓમાંથી એક ગુજરાતી સ્પર્ધક નેહલ ચુડાસમાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

ભારતીય મોડેલ ફિટનેસ કન્સલ્ટન્ટ અને બ્યુટી ક્વીન નેહલ ચુડાસમાએ બિગ બોસના ઘરમાં ભવ્ય એન્ટ્રી કરી છે. તમને જણાવી દઈએ કે તેણે વર્ષ 2018 માં મિસ દિવા યુનિવર્સનો ખિતાબ જીત્યો છે.આજે આપણે નેહલ ચુડાસમાની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

નેહલ ચુડાસમાનું નામ ચર્ચામાં છે. જે પોતાના ગ્લેમરથી બિગ બોસના ઘરમાં ગ્લેમરનો તડકો ઉમરશે. તેમણે પોતાના અભિનય અને પ્રતિભાથી બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે. નેહલ ચુડાસમાં ગુજરાતી છે.

બિગ બોસ 19માં ધમાલ મચાવનાર અભિનેત્રી નેહલ ચુડાસમાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

મોડેલ અને અભિનેત્રી નેહલ ચુડાસમા મુંબઈની રહેવાસી છે. નેહલ ચૂડાસમાનો જન્મ 22 ઓગસ્ટ 1996 ના રોજ થયો હતો. બાળપણથી જ તે ફિટનેસ અને ફેશન તરફ આકર્ષિત રહી હતી.

મોડલિંગથી પોતાના કરિયરની શરુઆત કરનાર નેહલે અનેક બ્યુટી શો અને બ્યુટી પેઝેન્ટમાં ભાગ લીધો છે. તેમણે વર્ષ 2018માં ફેમિના મિસ ઈન્ડિયા ગ્રૈન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ પોતાના નામ કર્યો છે.

ફેમિના મિસ ઈન્ડિયા ગ્રાન્ડ ઈન્ટરનેશનલ જીત્યા પછી, નેહલ લોકોમાં હેડલાઇન્સ બનવા લાગી અને તે પછી તેની કારકિર્દી પણ આગળ વધી. તેની સુંદરતા ઉપરાંત, તે તેની અદ્ભુત ફિટનેસ માટે પણ જાણીતી છે.

ફેમિના મિસ ઈન્ડિયા ગ્રાન્ડ ઈન્ટરનેશલ જીત્યા બાદથી નેહલ લોકો વચ્ચે ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તેનું કરિયર આગળ વધ્યું હતુ. તેમની સુંદરતાની સાથે તેમણે પોતાની ફિટનેસથી પણ લોકોને પ્રભાવિત કર્યા છે.

નેહલના ઈન્સ્ટાગ્રામ પર તેમની ફિટનેસ રુટિન જોઈ શકાય છે. સાથે તેના ગ્લેમર્સ ફોટો પણ છે. નેહલ ચૂડાસામાના ઈન્સ્ટાગ્રામ પર તેને 1 લાખથી વધારે લોકો ફોલો કરે છે. નેહલ ચૂડાસમાં અનેક વેબ સિરીઝ અને ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગ દેખાડી ચૂકી છે. હવે બિગ બોસ 19માં જઈ ઓડિયન્સને કેટલા ઈમ્પ્રેસ કરે છે. તે જોવાનું રહેશે.

નેહલ ચુડાસમા વિશે કેટલીક રસપ્રદ વાતો તે માત્ર13 વર્ષની હતી, ત્યારે તેણીએ તેની માતા ગુમાવી હતી, અને તેથી તેનો ઉછેર તેના પિતા દ્વારા કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેના પિતાને મોડેલિંગ પ્રત્યેના તેના શોખ વિશે સમજાવવામાં ખૂબ જ અચકાતી હતી, પરંતુ પાછળથી, તેના પિતાએ મિસ દિવા 2018 સુધીની તેની સફર દરમિયાન તેને ટેકો આપ્યો હતો.

2013માં માનસી મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી જોયા પછી ત મોડેલિંગ ક્ષેત્રમાં પ્રવેશવા માટે વધુ ઉત્સુક બની હતી.એક સમય એવો હતો જ્યારે નહેલ બોડી શેમિંગનો શિકાર બની હતી. અનેક સમસ્યાનો સામનો પણ કર્યો છે. નેગેટિવ વાતો અને ટિપ્પણીએ તેને મજબુત બનાવી છે.

વર્ષોથી પોતાને તૈયાર કરીને તેનામાં છુપાયેલી પ્રતિભા શોધી કાઢી હતી.નેહલ ચુડાસમાને મિસ દિવા મિસ યુનિવર્સ 2018નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.શિક્ષણ સેન્ટ રોક્સ સ્કૂલ,ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સમાંથી અભ્યાસ કર્યો છે.

એક ઈન્ટવ્યુમાં તેમણે તેના આત્મવિશ્વાસ વિશે વાત કરી હતી અને તેના આત્મવિશ્વાસને કારણે જ તેને મિસ દિવા મિસ યુનિવર્સ 2018નો ખિતાબ જીતવામાં મદદ મળી છે. તેમણે વધુમાં કહ્યું કે, તેનો ઉદ્દેશ્ય ફક્ત મિસ યુનિવર્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો નથી પરંતુ તે ખિતાબ જીતવાનો હતો.

નેહલ વિશે બીજી એક રસપ્રદ વાત એ છે કે, તે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરતી હતી.

મિસ દિવા 2018 બનતા પહેલા તેમણે બે અન્ય સબટાઈટલ પણ જીત્યા હતા, મિસ બોડી બ્યુટીફુલ અને એનિથિંગ બટ ઓર્ડિનરી દિવા.

બિગ બોસ 19માં નેહલ ચૂડાસમાનું કેવું પ્રદર્શન રહે છે. તે ચાહકો જોવા માંગે છે
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
