3 બાળકો લગ્નના 14 વર્ષ બાદ છુટાછેડા લઈ રહી છે અભિનેત્રી, જુઓ પરિવારમાં કોણ કોણ છે
અભિનેત્રી સેલિના જેટલી ફિલ્મી પડદાથી દૂર છે. તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.બોલિવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ પીટર હાગ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવતા મુંબઈની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. સેલિના જેટલીના પરિવાર વિશે જાણો.

બોલિવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ પીટર હાગ પર ઘરેલું હિંસાનો આરોપ લગાવતા મુંબઈની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમણે પતિ પર ઘરેલું હિંસા,ક્રુરતાના આરોપમાં કેસ દાખલ કર્યો છે.સેલિના જેટલીના પરિવાર વિશે જાણો.

બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી ભલે ફિલ્મોમાં બહુ સફળ ન રહી હોય, પરંતુ તે હંમેશા તેની સુંદરતા માટે ફેમસ રહી છે.

સેલિના જેટલીનો પરિવાર જુઓ

બોલીવુડમાં અનેક સુંદર અભિનેત્રીઓ છે. આજે, અમે તમને એક આર્મી પરિવારની એક સુંદર અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે 2001 માં મિસ ઈન્ડિયા જીતીને પોતાનું નસીબ બદલી નાખ્યું અને સ્ક્રીન ટેસ્ટ વિના બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. 2003 માં ડેબ્યૂ કર્યા પછી તેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

સેલિના જેટલીનો જન્મ 24 નવેમ્બર 1981ના રોજ થયો છે. તે એક બોલિવુડ અભિનેત્રી છે. તેમણે 2001માં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો અને મિસ યુનિવર્સ 2001 માં ચોથી રનર-અપ બની હતી.

સેલિના જેટલીએ 2003ની થ્રિલર ફિલ્મ 'જનશીન'થી અભિનયની શરૂઆત કરી હતી.તેની ફિલ્મો એન્ટ્રી (2005), અપના સપના મની મની (2006), ગોલમાલ રિટર્ન્સ (2008) અને થેંક યુ (2011) નો સમાવેશ થાય છે, જેમાંથી પહેલાની ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

સેલિના જેટલીનો જન્મ હિમાચલ પ્રદેશ શિમલામાં થયો હતો, તેના પિતા કર્નલ વિક્રમ કુમાર જેટલી અને ખ્રિસ્તી માતા મીતા ફ્રાન્સિસ, મનોવિજ્ઞાન અને સાહિત્યના પ્રોફેસર હતા.

સેલિનાના પિતા વિક્રમ કુમાર જેટલી ભારતીય સેનામાં કર્નલ હતા. રસપ્રદ વાત એ છે કે, સેલિનાની પહેલી ફિલ્મ "જાનિશેન"નું શૂટિંગ પણ અફઘાનિસ્તાનમાં થયું હતું.

સેલિના જેટલીએ ઑસ્ટ્રિયન અને હોટેલ માલિક પીટર હાગ સાથે લગ્ન કર્યા છે.

તેઓ માર્ચ 2012માં જન્મેલા જોડિયા છોકરાઓના માતાપિતા બન્યા.જેટલીએ 2017 માં જોડિયા બાળકોને જન્મ આપ્યો, જેમાં એક છોકરાનું હૃદયની ખામીને કારણે મૃત્યુ થયું હતુ.

સેલિના તેની પહેલી ફિલ્મ પછી રાતોરાત લોકપ્રિય બની ગઈ, જેમાં તેણે અનેક હોટ બિકીની સીન આપ્યા હતા. ત્યારબાદ, તે ઘણી ફિલ્મોમાં દેખાઈ, પરંતુ તેને વધારે સફળતા મળી નહીં.

સેલિના જેટલીને ત્રણ બાળકો છે. હાલમાં તે ફિલ્મોથી દૂર હોવા છતાં, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી કમાણી કરે છે.

સેલિના જેટલી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરે છે.

તેમણે તેલુગુ અને કન્નડ સિનેમામાં પણ કામ કર્યું છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
