17 વર્ષની ઉંમરે કરિયર શરુ કર્યું, 3 બાળકોની માતા માહી વિજ લગ્નના 14 વર્ષ બાદ લઈ રહી છે છુટાછેડા આવો છે પરિવાર
માહી વિજે ટીવીની દુનિયામાં મોટું નામ કમાયું છે. માહી વિજના ટીવી ચાહકો પણ ખુબ મોટી સંખ્યામાં છે. તો આજે આપણે માહી વિજના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે કેટલીક રસપ્રદ વાતો કરીશું.

માહી વિજનો જન્મદિવસ 1 એપ્રિલે છે. 1982માં જન્મેલી તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. તે "લાગી તુઝસે લગન" (નકુશા) અને "બાલિકા વધુ" (નંદિની) જેવા ટેલિવિઝન શોમાં ભૂમિકાઓ માટે જાણીતી છે.

તમને જણાવી દઈએ કે, સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈ ટીવીમાં માહીએ મોટું નામ કમાયું છે. આજે તેના વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીએ

માહી વિજ લગ્નના 14 વર્ષ બાદ લઈ રહી છે છુટાછેડા જુઓ પરિવારમાં કોણ કોણ છે

માહી વિજનો જન્મ 1 એપ્રિલ 1982ના રોજ દિલ્હીમાં થયો છે. માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે મુંબઈ આવી મોડલિંગમાં પોતાનું કરિયર શરુ કર્યું હતુ.

માહી વિજના પરિવારમાં તેના પતિ જય ભાનુશાલી, તેની પુત્રી તારા અને તેના બે દત્તક બાળકો, રાજવીર અને ખુશીનો સમાવેશ થાય છે. માહી વિજ અને જય ભાનુશાલીના લગ્ન 2011માં થયા હતા અને 2017માં રાજવીર અને ખુશીને તેમના દત્તક બાળકો તરીકે દત્તક લીધા હતા, જ્યારે તારાનો જન્મ 2019 માં થયો હતો.

સાઉથ અને નાના પડદા પર કામ કરતી વખતે, "લાગી તુઝસે લગન" સીરિયલમાં નકુશાની ભૂમિકા ભજવીને દુનિયા બદલી નાખી.

ટીવીના પડદાં પર સિમ્પલ અને માસુમ છોકરીની ભૂમિકા નિભાવી કામ કરનારી માહી રિયલ લાઈફમાં ખુબ જ સુંદર છે. માહીએ દિલ્હીમાં અભ્યાસ કર્યો છે. પરંતુ પોતાના સપના પૂર્ણ કરવા માટે મુંબઈ ગઈ હતી.

મુંબઈ જવું સરળ હતું, અને રહેવું પણ. એક સમયે, માહી પાસે ભાડું ચૂકવવા માટે પણ પૂરતા પૈસા નહોતા, પરંતુ તેમણે ક્યારેય હાર માની નહીં. સખત મહેનત અને સમર્પણ દ્વારા, તે આખરે સફળતાના શિખર પર પહોંચી હતી.

વિજ 17 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગઈ અને મોડેલિંગમાં પોતાની કારકિર્દી શરૂ કરી. તેમણે તુ, તુ હૈ વહી સહિત અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.તેની પહેલી ફિલ્મ મલયાલમમાં મલયાલમ સ્ટાર મામૂટી સાથે હતી જેનું નામ અપરિચિતન હતું.

2011માં મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ગોલ્ડ એવોર્ડ જીત્યો હતો. તે ઝલક દિખલા જાની સીઝન 4માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.2012માં તેના પતિ જય ભાનુશાલીએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 5માં ભાગ લીધો હતો અને કપલ વિજેતા બન્યું હતું.

તમને કદાચ ખબર નહીં હોય કે માહીનું હુલામણું નામ કોશુ છે. તે દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈ છે. તે એક પંજાબી પરિવારમાંથી આવે છે, તેના પિતાનું નામ વિનોદ છે, તેની માતાનું નામ સુષ્મા છે અને તેની બહેનનું નામ શિલ્પી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
