AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Joe Root બન્યો નંબર-1 બેટ્સમેન, 5 સદી અને 1272 રન સાથે Top પર પહોંચ્યો

ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો ફરી એકવાર દબદબો જોવા મળ્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં નંબર-1 ની રેસ અત્યંત રોમાંચક મોડ પર પહોંચી ગઈ છે. ઇંગ્લેન્ડના જો રૂટે પોતાના જ સાથી ખેલાડી હેરી બ્રુકને માત્ર 1 રનથી પછાડીને ટોપ સ્પોટ કબજે કરી લીધું છે.

Breaking News: Joe Root બન્યો નંબર-1 બેટ્સમેન, 5 સદી અને 1272 રન સાથે Top પર પહોંચ્યો
Image Credit source: PTI
| Updated on: Sep 13, 2026 | 10:10 PM
Share

ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટ હાલ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ સાથે જ તેણે પોતાના જ સાથી હેરી બ્રુકને પાછળ છોડી દીધો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 માં રૂટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

ખાસ વાત એ છે કે, નંબર-1 ની આ રેસમાં રૂટ અને બ્રુક વચ્ચે માત્ર 1 રનનો જ તફાવત છે. જો રૂટે આ દરમિયાન અત્યાર સુધી 30 ઇનિંગ્સમાં 1272 રન બનાવ્યા છે. બીજું કે, તેના બેટમાંથી 5 સદી પણ નીકળી છે. રૂટે સતત પોતાના પ્રદર્શનથી ટીમ માટે રન જોડ્યા છે અને આ જ કારણે તે લિસ્ટમાં સૌથી ઉપર પહોંચી ગયો છે.

‘બ્રુક’ પણ બહુ પાછળ નથી

હેરી બ્રુકે પણ આ દરમિયાન શાનદાર બેટિંગ કરી છે. તે 29 ઇનિંગ્સમાં 1271 રન બનાવીને બીજા નંબર પર છે. રૂટ અને બ્રુક વચ્ચે માત્ર એક રનનું અંતર છે. ટૂંકમાં, બ્રુકને રૂટથી આગળ નીકળવા માટે માત્ર બે રન બનાવવા પડશે.

શુભમન ગિલ પણ લિસ્ટમાં

ભારતનો કેપ્ટન શુભમન ગિલ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. તેણે માત્ર 17 ઇનિંગ્સમાં 1024 રન બનાવ્યા છે. ગિલના નામે પણ આમાં 5 સદી છે. ઓછી ઇનિંગ્સમાં 1000થી વધુ રન બનાવવા તેના શાનદાર પ્રદર્શનને દર્શાવે છે. જો કે, હાલમાં તે રૂટથી 248 રન પાછળ છે.

નંબર-1ની રેસ થઈ રોમાંચક

રૂટ અને બ્રુક વચ્ચે માત્ર 1 રનનો તફાવત હોવાથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની રેસ વધારે રોમાંચક બની ગઈ છે. હાલમાં જો રૂટ 1272 રન સાથે પહેલા, હેરી બ્રુક 1271 રન સાથે બીજા અને શુભમન ગિલ 1024 રન સાથે ત્રીજા નંબર પર છે. આવનારી ટેસ્ટ મેચોમાં આ લિસ્ટમાં ફેરફાર થવો નક્કી માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને રૂટ અને બ્રુક વચ્ચેનો મુકાબલો જોવા જેવો રહેશે.

શું વૈભવ સૂર્યવંશી ‘રાજસ્થાન રોયલ્સ’ છોડી દેશે? LSGના માલિક સંજીવ ગોયન્કાએ કરી ‘મોટી ભવિષ્યવાણી’

Follow Us
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
g clip-path="url(#clip0_868_265)">