AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC IND vs ENG Breaking : સેમિફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને આવ્યો ગુસ્સો, વાનખેડેની પિચથી નારાજ હેડ કોચ પિચ ક્યુરેટર પર ભડક્યો

T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર પિચની સ્થિતિ જોઈને નારાજ થયો હોવાનું સોશિયલ મીડિયા પર વાયરલ ફોટામાં સ્પષ્ટ થયું છે, જે ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

T20 WC IND vs ENG Breaking : સેમિફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને આવ્યો ગુસ્સો, વાનખેડેની પિચથી નારાજ હેડ કોચ પિચ ક્યુરેટર પર ભડક્યો
Gautam GambhirImage Credit source: PTI/X
| Updated on: Mar 04, 2026 | 7:17 PM
Share

ક્રિકેટમાં પિચનું વિશેષ મહત્વ હોય છે. મોટી મેચ પહેલા પિચની સ્થિતિને ધ્યાનમાં રાખીને રમત માટે તૈયારી કરવામાં આવે છે. 2026 T20 વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, અને પિચની પહેલી ઝલક સામે આવતાં જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગૌતમ ગંભીરના અભિગમને લઈને વાતાવરણ ગરમાયું છે.

ગૌતમ ગંભીર પિચ ક્યુરેટર પર થયો ગુસ્સે

સોશિયલ મીડિયા પર વાયરલ ફોટામાં ભારતીય ટીમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર ક્યુરેટર સાથે ચર્ચા કરતો દેખાય છે. આ દરમિયાન તે ગુસ્સામાં લાગી રહ્યો હતો. વાનખેડેની પિચ લીલા ઘાસથી ઢંકાયેલી છે, જે ફાસ્ટ બોલર્સને મદદ કરી શકે છે. આથી પાવરપ્લે અને મેચની શરૂઆતમાં બોલરોની પ્રભુત્વ રહેવાની શક્યતા વધુ છે.

ગૌતમ ગંભીરે પિચનું નિરીક્ષણ કર્યું

ભારતીય ટીમે 3 માર્ચના રોજ વાનખેડેમાં પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ સેશન દરમિયાન ગૌતમ ગંભીરે પિચની સ્થિતિની તપાસવા માટે ક્યુરેટર સાથે મુલાકાત કરી હતી. તેની ચિંતાઓ અને નારાજગી પિચની વર્તમાન સ્થિતિને લઈને હતી. આ સેશન ભારતીય ટીમ માટે મહત્વપૂર્ણ હતો, કારણ કે પિચનું વિશ્લેષણ મેચની યોજના માટે મદદરૂપ સાબિત થાય છે.

પિચને લઈ મૂંઝવણ

ઈંગ્લેન્ડ માટે પણ આ પિચ પડકારરૂપ થઈ શકે છે. વાનખેડે સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ છે, પરંતુ લીલા ઘાસના સ્તરથી ફાસ્ટ બોલર્સને વધુ મદદ મળશે. ઈંગ્લેન્ડની ટીમમાં મજબૂત અને અનુભવી ખેલાડીઓ છે, જેમણે IPLમાં ઘણી મેચ અહીં રમી છે. આ જ કારણે ઈંગ્લેન્ડ અને ભારત બંને ટીમને પાવરપ્લેમાં બેટિંગમાં પડકારનો સામનો કરવો પડી શકે છે.

પિચ કંડીશન અનુસાર પ્લેઈંગ 11 નક્કી થશે

ભારતીય ટીમ પિચનું વિશ્લેષણ કરીને પ્લેઈંગ 11 નક્કી કરશે અને બેટિંગ ડેપ્થને મજબૂત રાખશે. જો ભારત પહેલા બેટિંગ કરે, તો મોટો સ્કોર બનાવવા માટે ખેલાડીઓએ પોતાની વ્યૂહરચના પર ધ્યાન આપવું પડશે. ગૌતમ ગંભીરના ગુસ્સે ભરેલા અભિગમ અને પિચ પર ધ્યાન કેન્દ્રિત કરવું ટીમ માટે સેમિફાઇનલમાં મહત્વપૂર્ણ બની જશે.

T20 WC Breaking : ફાઈનલમાં પહોંચવા દક્ષિણ આફ્રિકાએ 12 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરવું પડશે, ફક્ત બે વાર થયો છે આ કમાલ

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
g clip-path="url(#clip0_868_265)">