Bollywood’s Richest Heroine : બોલિવુડની સૌથી અમીર હિરોઈન કોણ છે, જાણો તેની નેટવર્થ વિશે
બોલિવુડની સૌથી અમીર હિરોઈનની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે જે અભિનેત્રી પાસે સૌથી વધુ સંપત્તિ (જેમ કે સંપત્તિ, રોકાણ, ઘર, કાર, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, વગેરે) હોય, તેને "સૌથી અમીર હિરોઈન" ગણવામાં આવે છે. અહીં બૉલીવુડની અમીર હિરોઈનની કેટલીક તસવીરો આપવામાં આવી છે.

બોલિવુડ એ ભારતીય ફિલ્મ ઉદ્યોગનો એક ભાગ છે જે હિંદી ભાષામાં ફિલ્મો બનાવે છે. બોલિવુડ ની અનેક એવી અભિનેત્રીઓ છે જે ખૂબ ફેમસ છે. જોકે આમાંથી કેટલી અભિનેત્રીઓ ખૂબ અમીર છે.

બોલિવુડની સૌથી અમીર અભિનેત્રીમાં ઐશ્વર્યા રાયનું નામ આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચનને માત્ર સૌંદર્ય માટે નહીં, પણ તેમની સફળ કારકિર્દી અને ધનસંપત્તિ માટે પણ ઓળખવામાં આવે છે.

મિસ વર્લ્ડ 1994 બન્યા બાદ ઐશ્વર્યાએ હિંદી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક અલગ જ સ્થાન બનાવ્યું છે.

ઐશ્વર્યા માત્ર ભારત જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતું નામ છે. તેમણે અનેક હિટ ફિલ્મો આપી છે જેમ કે હમ દિલ દે ચૂકે સનમ, દેવદાસ, જોધા અકબર, અને ગુરુ. તેમની આ સફળ ફિલ્મોએ તેમને મોટો ફાયનાન્શિયલ લાભ આપ્યો છે.

ઐશ્વર્યા રાય બચ્ચનની અંદાજિત કુલ સંપત્તિ ₹828 કરોડથી વધુ છે. તેઓ બચ્ચન પરિવારનો પણ ભાગ છે અને તેમની પાસે મુંબઈ, દુબઈ અને અન્ય સ્થળોએ પ્રોપર્ટી છે. તાજેતરમાં તેમને જુહુમાં આવેલા તેમના લક્ઝુરિયસ બંગલામાં જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા અનેક બ્રાન્ડના એંબેસેડર રહી ચૂકી છે જેમ કે લોરિયલ, લોંગીન્સ, અને કોકા-કોલા. એન્ડોર્સમેન્ટ ડીલ્સ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાંથી પણ તેઓ કરોડો કમાઈ ચૂકી છે.
ઐશ્વર્યા રાયનું 20 વર્ષ જૂનું આઈટમ સોંગ, જેની રાખી સાવંતે પોતાના ગીત સાથે કરી હતી સરખામણી, કહ્યું…. જાણવા માટે અહીં ક્લિક કરો..
