શું તમે તમારો CIBIL સ્કોર વધારવા માંગો છો ? જાણો ક્રેડિટ સ્કોરને સુધારવાની આ 5 સરળ અને અસરકારક ટિપ્સ
CIBIL સ્કોર તમારી નાણાકીય જવાબદારીનું પ્રતિબિંબ છે. જો તમે તમારો CIBIL સ્કોર વધારવા માંગો છો, તો ક્રેડિટ સ્કોરને સુધારવાની આ 5 સરળ અને અસરકારક ટિપ્સ વિશે જાણવું જરૂરી છે.

તમારા બધા બિલ (EMI, ક્રેડિટ કાર્ડ પેમેન્ટ) સમયસર ચૂકવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. લેટ પેમેન્ટ (Late Payment) તમારા સ્કોરને ઘટાડી શકે છે. આ માટે તમે રીમાઇન્ડર્સ સેટ કરી શકો છો અથવા તો ઓટો-પે ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો.

તમારા ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટ વાપરવી એ યોગ્ય રસ્તો નથી. ધ્યાન રાખો કે, તમારે તમારી લિમિટ મુજબ માત્ર 30% નો ઉપયોગ કરવો જોઈએ. આનાથી બેંક અને લોન આપનારા સમજશે કે, તમે રૂપિયા જવાબદારીથી ખર્ચી રહ્યા છો.

વધુમાં જ્યારે તમે વારંવાર કોઈ નવી લોન કે ક્રેડિટ કાર્ડ માટે અરજી કરો છો, ત્યારે તે તમારા સ્કોર પર પણ અસર કરી શકે છે. આથી જરૂર પડે ત્યારે જ અરજી કરો.

મજબૂત ક્રેડિટ પ્રોફાઇલ બનાવવા માટે સિક્યોર્ડ લોન (જેમ કે હોમ લોન, કાર લોન) અને અનસિક્યોર્ડ લોન (જેમ કે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ) બંને હોવી જરૂરી છે. આ બતાવે છે કે, તમે અલગ અલગ પ્રકારની લોન જવાબદારીથી સંભાળી શકો છો.

દર મહિને તમારો ક્રેડિટ રિપોર્ટ તપાસો. જો તમને કોઈ ભૂલ અથવા ડુપ્લિકેટ એકાઉન્ટ્સ મળે, તો તેને તાત્કાલિક સુધારી લો. યોગ્ય માહિતી હોવાને કારણે તમારો સ્કોર સુરક્ષિત રહે છે.
Income Tax : ટેક્સપેયર્સ માટે ખાસ ! ડિસેમ્બરની આ 4 તારીખો અત્યંત મહત્વપૂર્ણ, આ તક ભૂલથી પણ ના ચુકતા
