Income Tax : ટેક્સપેયર્સ માટે ખાસ ! ડિસેમ્બરની આ 4 તારીખો અત્યંત મહત્વપૂર્ણ, આ તક ભૂલથી પણ ના ચુકતા
ડિસેમ્બર મહિનો 'ટેક્સપેયર્સ' માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. વર્ષ 2025 ના છેલ્લા મહિનામાં કરદાતાઓએ ચાર ખૂબ જ મહત્વપૂર્ણ તારીખો પર નજર રાખવાની જરૂર છે.

ડિસેમ્બર મહિનામાં બિલેટેડ (Delayed) અને રિવાઈઝ્ડ ITR, એડવાન્સ ટેક્સના હપ્તા તેમજ TDS સંબંધિત કામોની ડેડલાઇન નજીક આવી રહી છે. આ તમામ ડેડલાઇન Individual Taxpayers, Companies, Government Offices અને International Groups સંબંધિત વિવિધ કરદાતાઓ પર લાગુ પડે છે.

પહેલી અને સૌથી મહત્વપૂર્ણ ડેડલાઇન 10 ડિસેમ્બર છે. કોર્પોરેટ અને નોન-કોર્પોરેટ ટેક્સપેયર્સ જેમના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે, તેમણે આકારણી વર્ષ 2025-26 માટે રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે. આમાં એવી ફર્મોના ભાગીદાર અને સેક્શન 5Aના દાયરા હેઠળ આવતા પતિ-પત્નીનો પણ સમાવેશ થાય છે, જેઓના ખાતાનું ઓડિટ થયું છે. જણાવી દઈએ કે, સરકારે આ ડેડલાઇન 31 ઓક્ટોબરથી વધારીને 10 ડિસેમ્બર કરી છે.

આ પછી 15 ડિસેમ્બરે ઘણા મહત્વપૂર્ણ કમ્પ્લાયન્સ એકસાથે પૂર્ણ કરવા પડશે. ટેક્સપેયર્સે નવેમ્બર 2025 માટે પ્રાપ્ત થયેલ Form 27C અપલોડ કરવાના રહેશે. સરકારી કચેરીઓએ નવેમ્બર માટે TDS અને TCS પેમેન્ટ માટે ચલણ વિનાના Form 24G સબમિટ કરવાના રહેશે. આ તારીખ આકારણી વર્ષ 2026-27 ના માટે એડવાન્સ ટેક્સનો ત્રીજો હપ્તો જમા કરાવવાની પણ છે.

ઓક્ટોબર 2025 માં કાપવામાં આવેલા TDS માટે સેકશન 194-IA, 194-IB, 194M અને 194S હેઠળના સર્ટિફિકેટ પણ આ જ દિવસે પ્રદાન કરવાના છે. નવેમ્બર મહિનાના ક્લાયન્ટ કોડ મોડિફિકેશન માટે સ્ટોક એક્સચેન્જોએ Form 3BB જમા કરવું પડશે.

30 ડિસેમ્બરે માન્યતા પ્રાપ્ત એસોસિએશનોને નવેમ્બર મહિનાના ક્લાયન્ટ કોડ મોડિફિકેશનનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે. વધુમાં, આ જ તારીખ નવેમ્બરમાં કપાયેલા TDS માટેના Challan-Cum-Statement માટે પણ મહત્વપૂર્ણ છે. જો મૂળ એન્ટિટીને રિપોર્ટ ફાઇલ કરવાની જરૂર ન હોય અથવા ભારત સાથે માહિતી વિનિમય કરાર ન હોય, તો આંતરરાષ્ટ્રીય ગ્રુપની રેસિડેન્ટ કન્સ્ટિટ્યુએન્ટ એન્ટિટીઝે પણ તે જ દિવસે ફોર્મ 3CEAD સબમિટ કરવું જરૂરી છે.

આ મહિનો 31 ડિસેમ્બરના રોજ પૂરો થાય છે, જે ટેક્સપેયર્સ માટે 'આકારણી વર્ષ 2025-26' માં બિલેટેડ અને રિવાઈઝ્ડ ITR ફાઇલ કરવાની છેલ્લી તક હશે. બસ ધ્યાન રાખો કે, એસેસમેન્ટ પહેલેથી પૂર્ણ ન થયું હોય.
આ પણ વાંચો: Stock Market: ટ્રેડિંગની દૃષ્ટિએ ‘વર્ષ 2026’ કેવું રહેશે? ભારતીય શેરબજાર કમબેક કરવા માટે તૈયાર, શું રોકાણકારો માલામાલ થશે?
