શું તમારું ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કોઈ બીજું વાપરી રહ્યું છે? જાણો આનાથી બચવું કેવી રીતે
ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ પહેલા કરતા અનેક ગણો વધી રહ્યો છે. જો કે, આ બંને કાર્ડનો ઉપયોગ વધતાં જ છેતરપિંડીના કિસ્સાઓ પણ ધીરે ધીરે વધી રહ્યા છે. એવામાં જો કોઈ બીજું વ્યક્તિ આપણા ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે તો આપણને તેની ખબર પણ પડતી નથી.

આજે દરેક વ્યક્તિ પોતાની પાસે કોઈને કોઈ બેંકનું ક્રેડિટ અને ડેબિટ કાર્ડ રાખે છે. ડેબિટ કાર્ડનો ઉપયોગ રોકડ ઉપાડવા માટે થાય છે અને ક્રેડિટ કાર્ડ દ્વારા તમે કેશબેક તેમજ રિવોર્ડ જેવા લાભ મેળવી શકો છો.

જો તમે પણ ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલના સમયમાં છેતરપિંડીના ઘણા બનાવ બની રહ્યા છે, જેને લઈને દરેક વ્યક્તિ ચિંતિત છે. એવામાં ચાલો જાણીએ કે, તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કોઈ બીજું વ્યક્તિ કરી રહ્યું છે કે નહી.

જો કોઈ બીજું વ્યક્તિ તમારું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ વાપરી રહ્યું હોય તો તે ચકાસવા માટે અહીં આપેલી સરળ પદ્ધતિને ફોલો કરવાની છે. સૌપ્રથમ તો, તમે તમારા બેંક સ્ટેટમેન્ટ દ્વારા શોધી શકો છો કે, કોઈ અન્ય વ્યક્તિ તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે કે નહીં.

આ ઉપરાંત, તમે તમારા બેંક ખાતાના બેલેન્સ દ્વારા પણ શોધી શકો છો કે, કોઈ અન્ય વ્યક્તિ તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે કે નહીં. જો તમને લાગે કે કોઈ બીજો વ્યક્તિ તમારા કાર્ડનો ઉપયોગ કરી રહ્યો છે, તો બેંકની વેબસાઇટ પર જાઓ અને તરત જ તમારા ડેબિટ કાર્ડને બ્લોક કરો.

તમે તમારી ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરીને તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમને ક્રેડિટ હિસ્ટ્રીમાં કોઈ એવું ટ્રાન્ઝેક્શન દેખાય કે જે તમારા દ્વારા કરવામાં નથી આવ્યું, તો તરત જ તમારા ક્રેડિટ કાર્ડને બ્લોક કરો.

સ્કિમિંગથી પોતાને કેવી રીતે બચાવશો? પૈસા ઉપાડતા પહેલા ATM મશીનને સારી રીતે ચેક કરો. જો તમને મશીનમાં કંઈક લગાયેલું જોવા મળે, તો તેનો ઉપયોગ કરશો નહીં. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો કોઈની સાથે શેર કરશો નહીં. ખાસ કરીને તમારો ડેબિટ પિન નંબર શેર કરવાનું ટાળો.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
