Chanakya Niti : વ્યક્તિ સ્વર્ગમાંથી આવ્યો કે નર્કમાંથી એ તેની આ 4 આદતો જ જણાવી દેશે
આચાર્ય ચાણક્યએ તેમના નીતિ શાસ્ત્રમાં માનવ જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે. આચાર્ય ચાણક્યએ કેટલીક એવી વાતો પણ કહી છે જે વ્યક્તિના ચારિત્ર્ય, વર્તન અને સ્વભાવને સુધારે છે. આજે અમે તમને તેમની એવી બાબતો જણાવીશું કે વ્યક્તિની ચાર આદતો દ્વારા વ્યક્તિ ઓળખી શકે છે કે તે સ્વર્ગ કે નર્કમાંથી પૃથ્વી પર આવ્યો છે.

પ્રાચીન ભારતના મહાન વિદ્વાનોમાંના એક આચાર્ય ચાણક્યએ 'નીતિ શાસ્ત્ર'ની રચના કરી હતી, જેમાં તેમણે જીવનને સરળ રીતે જીવવાની રીત શીખવી હતી. જો કોઈ વ્યક્તિ ચાણક્ય નીતિમાં લખેલી બાબતો પર ધ્યાન આપે છે, તો તે દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી શકે છે.

જીવનમાં સફળ થવાથી લઈને વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તે સુધી, ચાણક્ય નીતિમાં લખાયેલું છે.આ સાથે, ચાણક્ય નીતિમાં એ પણ જણાવાયું છે કે સ્વર્ગ અને નર્કમાંથી પૃથ્વી પર આવેલા વ્યક્તિમાં કઈ ચાર બાબતો હોય છે. તેમને જોઈને ઓળખી શકાય છે.અમે જણાવીશું કે આ બાબતો કઇ છે.

ચાણક્ય નીતિ અનુસાર, સ્વર્ગથી પૃથ્વી પર આવેલા વ્યક્તિનો સ્વભાવ દાનનો હોય છે. ઉદાર વ્યક્તિ જોઈને સમજી શકાય છે કે તે સ્વર્ગથી આવ્યો છે.

સ્વર્ગથી આવેલા વ્યક્તિની બીજી ઓળખ એ છે કે તેની વાણી હંમેશા મીઠી હોય છે. તે ક્યારેય એવી વાતો નહીં બોલે જેનાથી બીજાને દુઃખ થાય.

જે વ્યક્તિનું મન ભગવાનની ભક્તિમાં હોય છે, તેવા લોકો પણ સ્વર્ગથી પૃથ્વી પર આવે છે.

ચાણક્ય નીતિ અનુસાર, સ્વર્ગથી આવેલા વ્યક્તિ ક્યારેય બ્રાહ્મણની મજાક ઉડાવતા નથી. આવા લોકો હંમેશા બ્રાહ્મણને સંતુષ્ટ કરે છે.

નર્કમાંથી આવેલા વ્યક્તિની ઓળખ ચાણક્ય નીતિ અનુસાર એ છે કે નર્કથી પૃથ્વી પર આવેલા વ્યક્તિની પહેલી ઓળખ એ છે કે તે પોતાના નજીકના સંબંધીઓ સાથે દુશ્મનાવટ કરે છે.

નર્કમાંથી આવેલા વ્યક્તિની બીજી ઓળખ એ છે કે તેને વધુ ગુસ્સો આવે છે. આવા લોકો નાની નાની બાબતોમાં ગુસ્સે થાય છે.

જે લોકો ખરાબ આચરણવાળા અને ખરાબ લોકો સાથે મિત્રતા કરે છે તે પણ નરકમાંથી પૃથ્વી પર આવેલા લોકો છે. ચાણક્ય નીતિ અનુસાર, જે વ્યક્તિ નિમ્ન લોકોની સેવા કરે છે તે પણ નરકમાંથી પૃથ્વી પર આવેલા વ્યક્તિ છે.(નોંધ: ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી આપવામાં આવી છે. અમે તેના તથ્યો વિશે કોઈ દાવો કરતા નથી, કે અમે અંધશ્રદ્ધાને સમર્થન આપતા નથી)
આચાર્ય ચાણક્યએ તેમણે લખેલા પુસ્તક ચાણક્યનીતિમાં આપણા રોજીંદા જીવનમાં ઉપયોગી થઇ શકે તેવુ ઘણુ બધુ લખ્યુ છે. TV9 ગુજરાતીમાં અમે આ પુસ્તકમાંથી કેટલાક અંશો લઇને તેના ઉપર ઘણા આર્ટિકલ લખ્યા છે. જે અમે જીવનશૈલી નામના ટોપિકમાં સમાવ્યા છે. તમે અહીં ક્લિક કરીને આવા અન્ય આર્ટિકલ વાંચી શકો છો.
