AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટીવી, કાર કે ફ્રિજ જાતે કરશે બિલની ચુકવણી, જાણો UPI એવું તો શું કરશે ?

UPI, ભારતની લોકપ્રિય ડિજિટલ ચુકવણી પદ્ધતિ, હવે "Internet of Things" (IoT) સાથે જોડાઈને નવા યુગમાં પ્રવેશ કરી રહી છે. સ્માર્ટ ટીવી, કાર, રેફ્રિજરેટર જેવા ગેજેટ્સના બિલ પોતે ગેજેટ્સ જ ચૂકવશે..

| Updated on: Jul 16, 2025 | 8:34 PM
Share
ભારતની સૌથી લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ પદ્ધતિ બનેલી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI હવે એક નવા યૂગમાં પ્રવેશ માટે તૈયાર થઈ રહી છે. અત્યાર સુધી આપણે મોબાઈલમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા યુપીઆઈ પેમેન્ટ કરતા હતા. હવે ટેકનોલોજી એવા તબક્કા પર પહોંચી રહી છે જ્યાં આપણા સ્માર્ટ ઉપકરણો – જેમ કે ટીવી, ફ્રિજ કે કાર પણ આપણી જ રીતે, આપણી મંજૂરીથી, પોતે પેમેન્ટ કરી શકશે.

1 / 6
અત્યારે જો કોઈ ફોન બિલ કે ગેસ બિલ ભરવું હોય, તો આપણે ફોન ખોલી એપમાં જઈએ, ‘પે નાઉ’ બટન પર ક્લિક કરીએ, UPI ID દાખલ કરીએ, ત્યારબાદ પેમેન્ટ રિકવેસ્ટ આવે અને પછી તેનું મંજૂરી આપી પેમેન્ટ પૂરું કરીએ. એમાં આપણું સક્રિય ભૂમિકા હોય છે. એટલે કે આપણે પોતે એપ ખોલવી પડે, પેમેન્ટની પ્રક્રિયા હાથ ધરવી પડે. જોકે ફાસ્ટેગ જેવી વ્યવસ્થાઓમાં એ પેમેન્ટ આપોઆપ થાય છે – જેમ કે ટોલ પ્લાઝા કે પાર્કિંગમાં કાર પસાર થાય એટલે ટકોર્યા વગર પેમેન્ટ થઈ જાય.

2 / 6
હવે ટેક્નોલોજી વધુ આગળ વધી રહી છે. સ્માર્ટ ટીવી, ઇન્ટરનેટ કનેક્ટેડ કાર, રેફ્રિજરેટર જેવા ઉપકરણો હવે માત્ર ઑપરેટ થવા પૂરતા નહીં રહે, પણ પોતાની રીતે પગલાં લઈ શકશે. એટલે કે જો ટીવીમાં યુપીઆઈથી સંબંધિત સેટિંગ્સ સેટ હોય અને જરૂરી મંજૂરી આપેલી હોય, તો એ મહિનાના અંતે પોતે જ જીયોફાઈબર કે એરટેલનું બિલ પેઈ કરશે. તમારી જ યુપીઆઈથી.

3 / 6
કલ્પના કરો કે તમારું રેફ્રિજરેટર દૂધની થેલી ખૂટી ગયાની જાણકારી આપે નહીં પણ તે Milk Delivery એપ સાથે કનેક્ટ થઈ દૂધની થેલી ઓર્ડર પણ આપે અને તેના માટે યુપીઆઈથી પેમેન્ટ પણ કરી દે! કારમાં પેટ્રોલ ભરાવ્યા પછી તે પોતે લોકેશન આધારે પેટ્રોલ પંપ સાથે સેટલમેન્ટ પણ કરી શકે. આ બધું શક્ય બનશે ‘Internet of Things’ અને UPIના સંયોજનથી.

4 / 6
આ પ્રકારની ટેક્નોલોજી હજી વિકાસના તબક્કામાં છે અને ઘણી બધી સરકારી મંજૂરીઓ, સુરક્ષા સ્ટાન્ડર્ડ્સ અને પ્રાયવસી રૂલ્સ ઉપર આધારિત છે. પણ આ દિશામાં ભારપૂર્વક કામ શરૂ થઈ ચૂક્યું છે. ભારત સરકાર, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ટેક કંપનીઓ મળીને આવનારા ભવિષ્યમાં એવાં સ્માર્ટ યુગની તૈયારી કરી રહી છે જેમાં ડિજિટલ પેમેન્ટ આપણા હાથમાંથી ઉપકરણોમાં શિફ્ટ થઈ જશે.

5 / 6
અંતે, હવે UPI માત્ર મોબાઈલ સુધી મર્યાદિત નહિ રહે – આ પેમેન્ટ સિસ્ટમ હવે આપના સ્માર્ટ ઘરો, સ્માર્ટ કાર અને બીજા IoT ઉપકરણો સુધી વિસ્તરશે. આ બદલાવ આપણું જીવન વધુ સરળ, ઝડપી અને ટેક્નોલોજીથી સંકળાયેલું બનાવશે – બસ આપણે તૈયારી રાખવાની છે!

6 / 6

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">