આપત્તિ સમયે દોડતી ‘એમ્બ્યુલન્સ’ વિશે તમે કેટલું જાણો છો ? તેનું ફુલ ફોર્મ અને તે કેટલા પ્રકારની હોય છે? જાણશો તો…. નવાઈ લાગશે
જ્યારે પણ કોઈની તબિયત અચાનક બગડે છે અથવા તો કોઈ ગંભીર અકસ્માત થાય છે, ત્યારે સૌથી પહેલા 'એમ્બ્યુલન્સ' નામનો શબ્દ મગજમાં આવે છે. એવામાં શું તમે જાણો છો કે, 'એમ્બ્યુલન્સ'નું ફુલ ફોર્મ શું છે અને તે કેટલા પ્રકારની હોય છે?

'એમ્બ્યુલન્સ' (Ambulance) એક શોર્ટ ફોર્મ છે, આ ગાડીનું આખું નામ કંઈક અલગ જ છે. બીજું કે, દરેક એમ્બ્યુલન્સ પણ એક સરખી હોતી નથી. અલગ-અલગ પરિસ્થિતિ માટે અલગ-અલગ પ્રકારની એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં ચાલો જાણીએ કે, એમ્બ્યુલન્સનું ફુલ ફોર્મ શું છે અને તે કેટલા પ્રકારની હોય છે...

એમ્બ્યુલન્સ શબ્દ લેટિન શબ્દ 'Ambulare' પરથી આવ્યો છે, જેનો અર્થ 'ચાલવું' થાય છે. જો કે, મેડિકલ ક્ષેત્રમાં આનું ફુલ ફોર્મ ‘Automobile for Medical Care in Urgent Life-Threatening Situations and Non-Emergency Transportation’ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ એક એવું વાહન છે કે, જેનો ઉપયોગ કટોકટી (Emergency) અને બિન-કટોકટી એમ બંને પ્રકારની તબીબી સેવા માટે કરવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીને ઝડપથી અને સુરક્ષિત રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવાનો તેમજ રસ્તામાં જરૂરી પ્રાથમિક સારવાર આપવાનો હોય છે. આજના સમયમાં દર્દીની હાલત અને જરૂરિયાત મુજબ ઘણા પ્રકારની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે, જેની સુવિધા અને ભાડું બંને અલગ અલગ હોય છે.
![બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ [Basic Life Support (BLS)]: આ સૌથી સામાન્ય અને પ્રાથમિક (બેઝિક) એમ્બ્યુલન્સ છે. આમાં ઓક્સિજન સિલિન્ડર, ફર્સ્ટ-એઇડ કિટ, સ્ટ્રેચર અને સામાન્ય તબીબી ઉપકરણો ઉપલબ્ધ હોય છે. આ એવી વ્યક્તિઓ માટે છે કે, જેમની હાલત બહુ વધારે ગંભીર નથી, એટલે કે જેમના જીવને તાત્કાલિક જોખમ નથી. આનું ભાડું અંદાજે ₹1000 થી ₹3000 સુધી હોઈ શકે છે પરંતુ તે તમે ક્યાં રહો છો તેના પર નિર્ભર કરે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/01/Social-Media-1-4.jpg)
બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ [Basic Life Support (BLS)]: આ સૌથી સામાન્ય અને પ્રાથમિક (બેઝિક) એમ્બ્યુલન્સ છે. આમાં ઓક્સિજન સિલિન્ડર, ફર્સ્ટ-એઇડ કિટ, સ્ટ્રેચર અને સામાન્ય તબીબી ઉપકરણો ઉપલબ્ધ હોય છે. આ એવી વ્યક્તિઓ માટે છે કે, જેમની હાલત બહુ વધારે ગંભીર નથી, એટલે કે જેમના જીવને તાત્કાલિક જોખમ નથી. આનું ભાડું અંદાજે ₹1000 થી ₹3000 સુધી હોઈ શકે છે પરંતુ તે તમે ક્યાં રહો છો તેના પર નિર્ભર કરે છે.
![એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ [Advanced Life Support (ALS)]: આ એમ્બ્યુલન્સ વધુ ગંભીર દર્દીઓ માટે હોય છે. આમાં વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર અને ટ્રેઇન્ડ પેરામેડિકલ સ્ટાફ હાજર હોય છે. હાર્ટ એટેક, ગંભીર અકસ્માત અથવા શ્વાસ લેવાની તકલીફ જેવી બાબતોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. આનું ભાડું અંદાજે ₹5000 થી ₹10000 સુધી હોઈ શકે છે પરંતુ આ પણ લોકેશન (જગ્યા) પર નિર્ભર કરે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/01/Advanced-.jpg)
એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ [Advanced Life Support (ALS)]: આ એમ્બ્યુલન્સ વધુ ગંભીર દર્દીઓ માટે હોય છે. આમાં વેન્ટિલેટર, મોનિટર, ડિફિબ્રિલેટર અને ટ્રેઇન્ડ પેરામેડિકલ સ્ટાફ હાજર હોય છે. હાર્ટ એટેક, ગંભીર અકસ્માત અથવા શ્વાસ લેવાની તકલીફ જેવી બાબતોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. આનું ભાડું અંદાજે ₹5000 થી ₹10000 સુધી હોઈ શકે છે પરંતુ આ પણ લોકેશન (જગ્યા) પર નિર્ભર કરે છે.
![મોબાઈલ આઈસીયુ [Mobile ICU (MICU)]: આને ચાલતું-ફરતું 'ICU' પણ કહી શકાય છે. આમાં વેન્ટિલેટર, કાર્ડિયાક મોનિટર, ઇમરજન્સી દવાઓ અને નિષ્ણાત મેડિકલ સ્ટાફ જેવી તમામ આધુનિક સુવિધાઓ હોય છે. ગંભીર દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે આનો ઉપયોગ થાય છે. આનું ભાડું બીજી એમ્બ્યુલન્સની સરખામણીમાં વધારે હોય છે, કારણ કે તેમાં સુવિધાઓ પણ વધુ હોય છે. મળતી માહિતી મુજબ, આમાં અંદાજે ₹15,000 થી ₹25,000 જેટલું ભાડું થઈ શકે છે.](https://images.tv9gujarati.com/wp-content/uploads/2026/01/MOB-ICU-.jpg)
મોબાઈલ આઈસીયુ [Mobile ICU (MICU)]: આને ચાલતું-ફરતું 'ICU' પણ કહી શકાય છે. આમાં વેન્ટિલેટર, કાર્ડિયાક મોનિટર, ઇમરજન્સી દવાઓ અને નિષ્ણાત મેડિકલ સ્ટાફ જેવી તમામ આધુનિક સુવિધાઓ હોય છે. ગંભીર દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં લઈ જવા માટે આનો ઉપયોગ થાય છે. આનું ભાડું બીજી એમ્બ્યુલન્સની સરખામણીમાં વધારે હોય છે, કારણ કે તેમાં સુવિધાઓ પણ વધુ હોય છે. મળતી માહિતી મુજબ, આમાં અંદાજે ₹15,000 થી ₹25,000 જેટલું ભાડું થઈ શકે છે.

એર એમ્બ્યુલન્સ (Air Ambulance): આમાં જ્યારે દર્દીને ખૂબ દૂરથી અથવા ઝડપથી મોટી હોસ્પિટલમાં લઈ જવાની જરૂર હોય ત્યારે એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ હેલિકોપ્ટર અથવા નાના વિમાન દ્વારા દર્દીનું પરિવહન (ટ્રાન્સપોર્ટ) કરે છે. આ મોંઘી પરંતુ સૌથી ઝડપી સુવિધા છે.

નોન-ઈમરજન્સી પેશન્ટ ટ્રાન્સપોર્ટ એમ્બ્યુલન્સ (Non-Emergency Patient Transport Ambulance): આ પ્રકારની એમ્બ્યુલન્સ એવા દર્દીઓ માટે હોય છે કે, જેમને ડાયાલિસિસ, ચેકઅપ માટે લઈ જવાના હોય અથવા ડિસ્ચાર્જ થયા પછી ઘરે લઈ જવાના હોય. આમાં ઈમરજન્સી ઉપકરણો હોતા નથી પરંતુ દર્દીની સુરક્ષા અને આરામનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
