AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બગદાણા વિવાદને અંગે મોટા સમાચાર, જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન

બગદાણા ધામના સેવકને માર મારવાના મુદ્દે ઉગ્રતા વધી છે અને હવે આ મામલો આહીર v/s કોળી સમાજ વચ્ચે રાજકીય તેમજ સામાજિક ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે રામભાઈ વાળા અને ચેતન સોનીને SITની ટીમે નિવેદન નોંધવા બોલાવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2026 | 2:59 PM
Share

બગદાણા વિવાદને અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોળી સમાજના યુવાન પર થયેલા હુમલા કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે.બગદાણાના નવનીત બાલધીયાને મારવામાં આવેલા માર મામલે SITની ટીમ દ્વારા છેલ્લા 16 દિવસથી તપાસ કરવામાં આવી રહી છે. રામભાઈ વાળા અને ચેતન સોની નામના વ્યક્તિઓને SITની ટીમે નિવેદન નોંધવા માટે બોલાવ્યા છે.રામભાઈ વાળા નામના વ્યક્તિને જયરાજ આહીરએ ફોન કરી નવનીત બાલધીયાની માહિતી માંગી હતી.

જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન

આ ઉપરાંત મહુવાના ચેતન સોની નામના વ્યક્તિને પણ પોલીસે નિવેદન નોંધવા બોલાવવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા ભોગ બનનાર નવનીત બાલધીયાએ SIT પાસે 15 જેટલા પુરાવાઓ આપ્યા હતા. જે પુરાવામાં રામભાઈ વાળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.સુત્રોના જણાવ્યા મુજબ જયરાજ આહીરને SIT સમક્ષ હાજર થવા ફરમાન છે.જયરાજ આહીર માયાભાઈ આહીરના પુત્ર છે. જયરાજ આહીરને સાંજે પાંચ ક્લાકે હાજર થવા ફરમાન છે.

આ હુમલા કેસના ફરિયાદી નવનીત બાલધિયાએ જયરાજ સામે આરોપ લગાવ્યા છે.જયરાજના ઇશારે નવનીત પર હુમલો થયો હોવાનો આક્ષેપ છે. SIT નવનીત બાલધિયા હુમલા કેસમાં તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર ઘટના ?

29 ડિસેમ્બરના રોજ કેટલાક ઈસમો દ્વારા લાકડીઓ વડે બગદાણાના કોળી સમાજના પૂર્વ સરપંચ નવનીત બાલધીયા પર હુમલો કર્યો હતો.જેમાં તેઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.આ ઘટના મામલે નવનીત બાલધીયાએ SIT સામે આરોપી જયરાજ આહીર સામે પુરાવાઓ રજૂ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
બ્રાઈટ સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઈલ શાળાના જ વિદ્યાર્થીએ કર્યો હતો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
હવે કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને લઈને કર્યો મોટો ધડાકો
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
વિદેશી ફિશિંગ બોટમાંથી નશીલો માલ પકડાયો, બે લોકોની અટકાયત
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાતની એક પછી એક 5 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">