વહીવટીતંત્ર ભાજપ સરકારનુ વાજિંત્ર બન્યુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, SIR માં ગેરરીતિ સામે કલેકટર કચેરી ઘેરાવ કરાશે, સુપ્રીમ કોર્ટમાં પડકારાશે
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, આજે SIR કામગીરીમાં ફોર્મ 7 ના દુરુપયોગ અંગે વહીવટીતંત્રને આડે હાથે લેતા ચિંમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને ફોર્મ 7 અંગેના પુરાવાઓ પુરા પાડવામાં નહીં આવે તો, કોંગ્રેસ આગામી દિવસોમાં કલેકટર કચેરીનો ધેરાવ કાર્યક્રમ યોજશે, તેમજ સુપ્રીમ કોર્ટમાં તેમની કામગીરીને પણ પડકારવમાં આવશે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ, આજે SIR કામગીરીમાં ફોર્મ 7 ના દુરુપયોગ અંગે વહીવટીતંત્રને આડે હાથે લેતા ચિંમકી ઉચ્ચારી છે કે, જો ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસને ફોર્મ 7 અંગેના પુરાવાઓ પુરા પાડવામાં નહીં આવે તો, કોંગ્રેસ આગામી દિવસોમાં કલેકટર કચેરીનો ઘેરાવ કાર્યક્રમ યોજશે, તેમજ સુપ્રીમ કોર્ટમાં તેમની કામગીરીને પણ પડકારવમાં આવશે.
અમિત ચાવડાએ, ગુજરાત સરકાર ઉપર પણ વાક પ્રહારો કરતા કહ્યું કે, લોકોને મળેલ બંધારણીય હક એવા મતને છીનવવાનું કામ ભાજપ ગુજરાતમાં કરી રહ્યું છે. ગુજરાતના 10 લાખ મતદાતાઓના નામ ફોર્મ 7 હેઠળ રદ્દ કરવાની તૈયારી વિવિધ જિલ્લાઓમાં કોઈના દોરી સંચાર હેઠળ કરવામાં આવી રહ્યો છે. 15 જાન્યુઆરી સુધીમાં દરેક જિલ્લામાં, SIR કામગીરી અંતર્ગત ફોર્મ 7 ખૂબ ઓછા આવ્યા હતા. 16 થી 18 જાન્યુઆરી સુધીમાં આયોજનપૂર્વક વિવિધ જિલ્લા કલેકટર સમક્ષ લાખ્ખોની સંખ્યામાં ફોર્મ 7 રજૂ કરાયા. આ કાવતરાની જાણ અમે 17 જાન્યુઆરીએ ચૂંટણી પંચને કરી હતી. છેલ્લા દિવસોમાં આવેલ વાંધાઓના અરજદારની વિગતોમાં ખોટી માહિતીનો સમાવેશ હતો. ચૂંટણી પંચ, ફોર્મ-7 આપનારા અરજદારની વિગતો છુપાવે છે. જેના કારણે શંકા મજબૂત થાય છે. નામ સરનામા વગર ફોર્મ 7 અંગે અરજી કરનારની વિગતો ચૂંટણીપંચ જાહેર કરે.
ફોર્મ નંબર 6-7 ની વિગતો રાજકીય પાર્ટીઓને આપવામાં આવે એવી માંગ કોંગ્રેસે કરી છે. ખોટો વાંધો લેનાર સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કોંગ્રેસે દોહરાવી છે. બારોબાર કચેરીમાં ફોર્મ આપી ગયા એના CCTV ફૂટેજ આપવામાં આવે, પહેલી નોટિસ અરજદારને આપવામાં આવે અને એની ઓળખ કરવામાં આવે. અરજદાર પાસે પૂરતી વિગતો હોય તો ખોટા મતદાતાના નામ કમી કરો. અરજદાર પુરાવાઓ ના આપી શકે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કોંગ્રેસે કરી છે. જો આવતીકાલ 22મી જાન્યુઆરી સુધીમાં ચૂંટણીપંચ વાંધા અરજી આપનારની વિગતો રજૂ નહીં કરે તો કોંગ્રેસ આંદોલન છેડશે. મતદારોને સાથે લઈને કલેક્ટર કચેરીઓ ઘેરવાનું કામ કરવામાં આવશે. કાયદાકીય લડત લડવામાં આવશે, સુપ્રીમ કોર્ટ સુધી પણ કાર્યવાહીને પડકારવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો