Breaking News : IND vs NZ T20માં ભારતે ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું, સુપર શર્મા બન્યો મેચનો હીરો
IND vs NZ : નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ T20I મેચમાં, ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ભારતે ન્યૂઝીલેન્ડ માટે 239 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 શ્રેણીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાઈ. ટીમ ઈન્ડિયાએ આ મેચ એકતરફી રીતે જીતીને શ્રેણીમાં 1-0થી આગળ રહી.
આ પાંચ મેચની શ્રેણી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ભારત માટે છેલ્લી T20 શ્રેણી છે, જેના માધ્યમથી ટીમ પોતાના ખેલાડીઓને ચકાસી શકે છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં ભારતીય ટીમે ટોસ હારી પહેલા બેટિંગ કર્યું, પરંતુ આ નિર્ણય ટીમની રમત પર અસરકારક રહી નથી. ભારતે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 238 રન બનાવ્યા.
અભિષેક શર્માએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. 35 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા મારતાં તેણે 84 રન બનાવ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ 32 રન બનાવી ટીમને મજબૂત સ્થિતિમાં રાખી, જ્યારે હાર્દિક પંડ્યાએ 25 રન ઉમેર્યા. રિંકુ સિંહે અંતિમ ઓવરોમાં ધમાકેદાર ઇનિંગ રમી, 20 બોલમાં 44 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. ન્યૂઝીલેન્ડ તરફથી જેકબ ડફી અને કાયલ જેમિસે બે-બે વિકેટ લીધી, જ્યારે ક્રિશ્ચિયન ક્લાર્ક, મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીએ એક-એક વિકેટ લીધી.
ભારતીય બોલર્સે પણ પોતાનું જાદૂ દેખાડ્યું. 239 રનના ટાર્ગેટને સફળતાપૂર્વક બચાવતા, વરુણ ચક્રવર્તી અને શિવમ દુબે બે-બે વિકેટ લીધા. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ એક-એક વિકેટ મેળવી ટીમ માટે મજબૂત કામગીરી આપી. ન્યૂઝીલેન્ડની ઇનિંગમાં ગ્લેન ફિલિપ્સે 40 બોલમાં 78 રન બનાવ્યાં, જેમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગા શામેલ હતા. માર્ક ચેપમેને 39 રનની લડાયક ઇનિંગ રમી, પરંતુ ટીમ માટે આ પૂરતી સાબિત ન થઈ. ન્યૂઝીલેન્ડ આખી ઇનિંગ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને માત્ર 190 રન બનાવી શકી.
