Gold Silver Rate : બધા રેકોર્ડ તૂટ્યા ! સોના-ચાંદીએ પોતપોતાનો ‘લાઇફટાઇમ’ હાઈ હાંસલ કર્યો, રોકાણકારોમાં ઉત્સાહ
સોના અને ચાંદીના ભાવ સતત દોડી રહ્યા છે. આજે ફરી એકવાર સોના અને ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. આ તેજી બાદ રોકાણકારોમાં ઉત્સાહ છવાયો છે, જ્યારે મધ્યમ વર્ગીય લોકોને ઝાટકો લાગ્યો છે.

મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ રૂ. 3.23 લાખ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયો, જ્યારે સોનાનો ભાવ પણ રૂ. 1.50 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયો છે.

મંગળવારે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ રૂ. 3.23 લાખ પ્રતિ કિલોગ્રામને પાર પહોંચી ગયો, જ્યારે સોનાનો ભાવ પણ રૂ. 1.50 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી ગયો છે.

ઓલ ઈન્ડિયા સર્રાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માંગને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં તોફાની તેજી નોંધાઈ છે. આજે દિલ્હીના ઝવેરી બજારમાં ચાંદીનો ભાવ 20,400 રૂપિયા (લગભગ 7 ટકા) ના બમ્પર ઉછાળા સાથે 3,23,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

ચાંદી ઉપરાંત મંગળવારે 99.9 ટકા શુદ્ધતા ધરાવતા સોનાની કિંમત 5100 રૂપિયાની જોરદાર તેજી સાથે 1,53,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જો કે, સોમવારે તે 1900 રૂપિયાના વધારા સાથે 1,48,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

સોમવારે ચાંદીના ભાવ 10,000 રૂપિયાની તેજી સાથે 3,02,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયા હતા. Forex.com ના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (Spot Gold) પ્રથમ વખત 4700 ડોલર પ્રતિ ઔંસ ના સ્તરને પાર કરી ગયું છે.

પીળી ધાતુની કિંમતમાં આજે 66.38 ડોલર (1.42 ટકા) નો વધારો થયો અને તે 4737.40 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. આ ઉપરાંત, હાજર ચાંદી પણ વધીને 95.88 ડોલર પ્રતિ ઔંસ ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો
