કર્ણેશ શર્મા અનુષ્કાના ભાઈ છે જેણે શરૂઆતમાં ભારતીય મર્ચન્ટ નેવીમાં કામ કર્યું હતું અને બાદમાં ક્લીન સ્લેટ પ્રોડક્શન્સ શરૂ કરવા માટે તેની બહેન સાથે હાથ મિલાવ્યા હતા. તેઓએ સાથે મળીને NH10 અને ફિલૌરીનું નિર્માણ કર્યું.આ બંને અવારનવાર સાથે જોવા મળે છે.
1 / 7
રિદ્ધિમા કપૂર વધારે લાઇમલાઇટમાં ન હોય પરંતુ રણબીર કપૂરની મોટી બહેન રિદ્ધિમા સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર, તે દિલ્હીમાં રહે છે અને યોગાભ્યાસી છે. રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર એકબીજા સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે.
2 / 7
સૈફની નાની અને સોહાની મોટી બહેન સબા લોકોની નજરથી દૂર રહે છે. સુંદર મહિલા ફેશન અને જ્વેલરી ડિઝાઇનર છે અને ભોપાલના રજવાડાઓ દ્વારા સ્થાપિત રોયલ ટ્રસ્ટની મુખ્ય ટ્રસ્ટી પણ છે. આ ત્રણેય એકબીજા સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે અને તમામ પ્રસંગે સાથે જોવા મળે છે.
3 / 7
સલમાન ખાન અને તેની બહેનો અર્પિતા ખાન અને અલવીરા ખાન વચ્ચે શાનદાર બોન્ડિંગ છે. અર્પિતાએ આયુષ શર્મા સાથે લગ્ન કર્યા છે, અને અલવીરા ખાને અરુલ અગ્નિહોત્રી સાથે લગ્ન કર્યા છે.
4 / 7
બોલિવૂડના પાવર ફેમિલી એટલે કે ફેમિલી બચ્ચનમાં ભાઈ-બહેનની જોડી, એકબીજા સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરવા માટે જાણીતી છે અને આવારનવાર અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન તમામ પ્રસંગે સાથે જોવા મળે છે.
5 / 7
અર્જુન કપૂર, જાહ્નવી કપૂર, અંશુલા કપૂર અને ખુશી કપૂર સાવકા ભાઈ-બહેન હોવા છતાં એકબીજા સાથે ખૂબ સારો બોન્ડ શેર કરે છે.
6 / 7
સારા તેના ભાઈ ઈબ્રાઈમ સાથે ગાઢ બોન્ડ શેર કરે છે અને અવારનવાર બંને પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એકબીજા સાથે ફોટો શેર કરતા હોય છે.