તમારા ઘરમાં હનુમાનજીની આ છબી લગાવો, તમામ વાસ્તુ દોષ થશે દૂર, જાણો ચમત્કારીક ફાયદા
વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરમાં હનુમાનજીની પ્રતિમા કે છબી રાખવું શુભ માનવામાં આવે છે. જો હનુમાનજીની પ્રતિમા કે છબી યોગ્ય દિશા અને સ્થાનને અનુરૂપ રાખવામાં આવે તો તે ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સંકટોમાંથી મુક્તિ લાવશે. ચાલો જાણીએ કે હનુમાનજીનો છબી કઈ દિશામાં અને કયા સ્થળે મૂકવું વધુ અનુકૂળ રહેશે.

જીવનમાં વારંવાર આવતી મુશ્કેલીઓ અને અસફળતાઓનું એક કારણ વાસ્તુ દોષ પણ બની શકે છે. વાસ્તુશાસ્ત્રના સૂત્રો અનુસાર, ઘરમાં પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે છબી સ્થાપિત કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને સકારાત્મકતા પ્રવેશ કરે છે. સંકટમોચન હનુમાનજી ભક્તોને દરેક પ્રકારની વિપત્તિમાંથી મુક્તિ અપાવે છે. ( Credits: Getty Images )

પંચમુખી હનુમાનજીના પાંચ મસ્તક વિવિધ દિશાઓ અને શક્તિઓનું પ્રતિક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં વાનર મુખ દુશ્મનો પર વિજય પ્રદાન કરે છે, જ્યારે પશ્ચિમ દિશાનું ગરુડ મુખ જીવનમાં આવેલા અવરોધોને દૂર કરે છે. ઉત્તર તરફનું વરાહ મુખ પ્રતિષ્ઠા અને શક્તિમાં વૃદ્ધિ કરે છે, અને દક્ષિણ દિશાનું નરસિંહ મુખ ભય અને દોષોથી રક્ષા કરે છે. પાંચમું મુખ, ઉર્ધ્વમુખ ઘોડાના સ્વરૂપમાં છે, જે માનવીની ઇચ્છાઓ પૂર્ણ કરવામાં સહાયરૂપ થાય છે. ઘરમાં પંચમુખી હનુમાનજીની છબી સજીવ રીતે સ્થાપિત કરવાથી શાંતિ, સકારાત્મકતા અને સમૃદ્ધિનો પ્રવાહ વધે છે. હવે જોઈએ કે આ ચિત્ર ઘરમાં કયાં અને કેવી રીતે મુકવું વધુ શ્રેષ્ઠ રહેશે. ( Credits: Getty Images )

વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા કે છબી લગાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. હનુમાનજીની પ્રતિમા ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓને રોકે છે અને શાંતિભર્યું વાતાવરણ બનાવે છે. હંમેશા એવું છબી પસંદ કરો જેમાં હનુમાનજીનું મુખ દક્ષિણ દિશામાં હોય, કારણ કે તે દિશા દોષો અને અશુભતાને દૂર કરવાની શક્તિ ધરાવે છે. ઘરના પ્રવેશદ્વારને હંમેશા સ્વચ્છ, સજ્જ રાખવું પણ મહત્વપૂર્ણ છે, જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ અડચણ વિના થાય. ( Credits: Getty Images )

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં પંચમુખી હનુમાનજીની છબી મૂકવાનું શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિશા ઘરની સ્થિરતા અને સંપત્તિને પ્રભાવિત કરતી હોય છે. છબી લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે હનુમાનજીનું મુખ દક્ષિણ દિશામાં હોય, કારણ કે આ દિશા થકી નકારાત્મક ઊર્જા વધુ પ્રવેશતી હોય છે. આ કરવાથી થી ઘરમાં સકારાત્મકતા વધી શકે છે અને રહેવાસીઓના આરોગ્ય અને જીવનમાં સંતુલન રહે છે. ( Credits: Getty Images )

પંચમુખી હનુમાનજીની છબી સ્થાપિત કરતા પહેલા, તે સ્થાનને સાફસૂફ કરો અને શુદ્ધિ માટે થોડું ગંગાજળ છાંટો. ત્યારબાદ ધૂપ, દીવો, ફૂલો અને પ્રસાદ અર્પણ કરીને ભાવપૂર્વક પૂજન કરો. આ સમયે ‘ૐ હ્રં હનુમતે નમઃ’ મંત્રનો જાપ કરવો અત્યંત શ્રેયસ્કર માનવામાં આવે છે. છબીની ઊંચાઈ એવી હોવી જોઈએ કે દરરોજ તેના સરળ દર્શન થાય. મંગળવાર કે શનિવારના શુભ દિવસે આ છબી સ્થાપિત કરવું વધુ પાવન માનવામાં આવે છે, કારણ કે આ દિવસો હનુમાનજી સાથે સંકળાયેલા છે. આવી રીતથી સ્થાપન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને શાંતિ અનુભવાય છે. ( Credits: Getty Images )

જ્યારે પંચમુખી હનુમાનજીની છબી યોગ્ય દિશામાં સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તે ઘરના વાતાવરણમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરીને શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ ઊભું કરે છે. આ ઉપાય વાસ્તુ દોષોનો નાશ કરે છે અને અદૃશ્ય દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે. હનુમાનજીના સ્મરણથી મનોબળ વધે છે અને જીવનની મુશ્કેલીઓ થોડી હદે સરળ બને છે. આવા ઉપાય ઘરમા સકારાત્મકતા, આરોગ્યમાં સુધારો અને ધનિકતા લાવવાના માર્ગ ખુલા કરે છે. ( Credits: Getty Images )

પંચમુખી હનુમાનજીની છબી માત્ર વાસ્તુ દોષોને દૂર કરતું નથી, પણ પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાહ પણ લાવે છે. જો છબી યોગ્ય દિશામાં સ્થાપિત કરવામાં આવે, આસપાસ સ્વચ્છતા જાળવી રાખવામાં આવે અને ભક્તિપૂર્વક નિયમિત પૂજા કરવામાં આવે, તો આ ઉપાય ચમત્કારિક પરિણામો આપે છે. હનુમાનજીના આશીર્વાદથી જીવનની ઘણી અડચણો સ્વયં દૂર થઈ જાય છે અને ભય કે નિરાશાને સ્થાન રહેતું નથી. ( Credits: Getty Images )

( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. ) ( Credits: Getty Images )
શ્રદ્ધા, નિષ્ઠા અને ભક્તિપૂર્વક જો નિયમિત રીતે હનુમાનજીના શરણે રહો, તો જીવનમાં જે કંઈ શક્ય છે તે હનુમાનજીના આશીર્વાદથી સરળ બની શકે છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.
