Typhoon Alert: પૂર્વ એશિયા પર કુદરતી કહેરનો ખતરો, ટાયફૂન ‘બાવી’થી ત્રણ દેશોમાં હાઈ એલર્ટ
પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા શક્તિશાળી ટાયફૂન ‘બાવી’ને કારણે જાપાન, તાઈવાન અને ચીનમાં ચિંતા વધી છે. ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને તોફાની પવનની આગાહીને પગલે લાખો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

પૂર્વ એશિયામાં ફરી એકવાર કુદરતી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે. પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલું શક્તિશાળી ટાયફૂન ‘બાવી’ ઝડપથી જાપાન, તાઈવાન અને ચીન તરફ આગળ વધી રહ્યું છે. (Image Credit Source: NASA)

ટાયફૂન કેવી રીતે બને છે? ટાયફૂન ગરમ સમુદ્ર પર સર્જાતું શક્તિશાળી વાવાઝોડું છે. જ્યારે સમુદ્રનું તાપમાન 26.5°Cથી વધુ હોય છે, ત્યારે ગરમ અને ભેજવાળી હવા ઉપર ઉઠીને નીચા દબાણનો વિસ્તાર બનાવે છે. પૃથ્વીના પરિભ્રમણના કારણે આ હવા ગોળાકાર રીતે ફરવા લાગે છે અને અનુકૂળ પરિસ્થિતિમાં તે ધીમે-ધીમે વિકસીને શક્તિશાળી ટાયફૂન બની જાય છે. (Image Credit Source: Focus Taiwan)

ટાયફૂન 'બાવી' ની અસરથી કેટલાક વિસ્તારોમાં 39 ઇંચ (લગભગ 990 મિમી) સુધી વરસાદ પડી શકે છે. આટલો ભારે વરસાદ નદીઓમાં પૂર, શહેરોમાં જળબંબાકાર અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધારી શકે છે. તેથી જાપાન, ચીન અને તાઈવાનમાં હાઈ એલર્ટ જાહેર કરી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી તેજ કરવામાં આવી છે. (Image Credit Source: Social Media)

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું આગામી કલાકોમાં વધુ તીવ્ર બની શકે છે, જેના કારણે ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને ફૂંકાતા પવનોની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. આ સંજોગોમાં ત્રણેય દેશોની સરકારોએ સાવચેતીના પગલાં વધુ કડક બનાવ્યા છે. (Image Credit Source: Social Media)

જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા દૂરના ટાપુઓ માટે વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી છે. સ્થાનિક હવામાન વિભાગે લોકોને જરૂરી કારણ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. (Image Credit Source: BBC)

દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓનું માનવું છે કે આ તોફાન છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી ગંભીર વાવાઝોડાઓમાંનું એક બની શકે છે. (Image Credit Source: The Independent)

ચીનમાં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. દક્ષિણ ચીનના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો સામે આવ્યા છે અને ભૂસ્ખલનની શક્યતાઓ પણ વધી ગઈ છે. (Image Credit Source: China Daily)

આવી સ્થિતિમાં ટાયફૂન ‘બાવી’નું આગમન રાહત કામગીરી માટે વધુ પડકાર ઉભો કરી શકે છે. સત્તાવાળાઓએ જોખમવાળા વિસ્તારોમાંથી હજારો લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને મોટી સંખ્યામાં બચાવ દળોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. (Image Credit Source: Social Media)

તાઈવાનમાં પણ વાવાઝોડાની અસરને ધ્યાનમાં રાખીને સાવચેતી વધારવામાં આવી છે. કેટલીક જગ્યાએ શાળાઓને તાત્કાલિક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર તાઈવાનના બંદરો પર માછીમારી અને અન્ય બોટોને સુરક્ષિત રીતે લંગારવામાં આવી છે જેથી દરિયામાં નુકસાન ટાળી શકાય. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતત હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે. (Image Credit Source: BBC)

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ટાયફૂન ‘બાવી’ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ શકે છે. તેના કારણે નદીઓમાં પાણીનું સ્તર ઝડપથી વધી શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સર્જાઈ શકે છે. વીજ પુરવઠા અને પરિવહન વ્યવસ્થાને પણ અસર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. (Image Credit Source:Social Media)

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જાપાન, ચીન અને તાઈવાનની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. લોકોને અફવાઓથી દૂર રહીને માત્ર અધિકૃત હવામાન અપડેટ પર વિશ્વાસ રાખવાની અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. જો ટાયફૂન તેની અનુમાનિત દિશામાં આગળ વધશે, તો પૂર્વ એશિયાના અનેક વિસ્તારોમાં આગામી દિવસો પડકારજનક બની શકે છે. (Image Credit Source: Social Media)
આ પણ વાંચો: FIFA World Cup 2026: સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવી કરી સેમિફાઇનલમાં એન્ટ્રી, મેરીનોએ કર્યો નિર્ણાયક ગોલ
