AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ, શ્રદ્ધાળુઓએ કહ્યું-આસ્થા સાથે જોડાયેલ સવાલ

જયંત પંડ્યાએ દશ દિવસના વ્રત દરમિયાન મૂર્તિ રાખવી, દીવો કરવો અને જમણવાર સહિતના આયોજનને કારણે કેટલાક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાતા હોવાનો દાવો કર્યો છે. વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિઓની હાલતને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે.

દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ, શ્રદ્ધાળુઓએ કહ્યું-આસ્થા સાથે જોડાયેલ સવાલ
| Updated on: Aug 14, 2026 | 12:12 PM
Share

દશામાંના વ્રતને લઈને વિજ્ઞાન જાથા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ, અંધશ્રદ્ધા અને ખોટા ભભકા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ, દશામાંનું વ્રત કરતા લોકોએ વિજ્ઞાન જાથાના આક્ષેપો સામે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે તેઓ વર્ષોથી આસ્થા અને શ્રદ્ધા સાથે વ્રત કરતા આવ્યા છે.

વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ શું કહ્યું?

જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, દશામાંના નામે માનતાઓ, રેલીઓ અને ખોટા ભભકા કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે દશામાંનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ નથી. કેટલાક લોકો દશામાંના નામે લોકોને લૂંટવાનું કામ કરતા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યું કે માનતાના નામે ઢોંગ-ધતીંગ કરવામાં આવે છે અને વ્રતના નામે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે. લોકો ઘરમાં રહીને પોતાની શ્રદ્ધા મુજબ વ્રત કરે તે ભલે કરે, પરંતુ વ્રતના નામે થતા દેખાડા અને ખર્ચ સામે તેમણે સવાલો ઉઠાવ્યા છે.

જયંત પંડ્યાએ દશ દિવસના વ્રત દરમિયાન મૂર્તિ રાખવી, દીવો કરવો અને જમણવાર સહિતના આયોજનને કારણે કેટલાક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાતા હોવાનો દાવો કર્યો છે. વ્રત પૂર્ણ થયા બાદ મૂર્તિઓની હાલતને લઈને પણ તેમણે સવાલો ઉઠાવ્યા છે.

26 વર્ષથી દશામાંનું વ્રત કરીએ છીએઃ શ્રદ્ધાળુઓ

બીજી તરફ, દશામાંનું વ્રત કરતા લોકોએ વિજ્ઞાન જાથાના આક્ષેપોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, “દશામાંનું વ્રત અમે 26 વર્ષથી કરી રહ્યા છીએ. અમે આસ્થા અને શ્રદ્ધા સાથે આ વ્રત કરીએ છીએ.”

શ્રદ્ધાળુઓનું કહેવું છે કે વિજ્ઞાન જાથાનો પોતાનો તર્ક હોઈ શકે છે, પરંતુ તેઓ પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે દશામાંની પૂજા કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશે.

એક શ્રદ્ધાળુએ વધુમાં કહ્યું કે, “વિજ્ઞાન જાથાને તો શિવજીને જળ ચડાવીએ તો પણ શિવ છે નહીં એવો તર્ક હોઈ શકે. આપણા શાસ્ત્રોમાં શ્રદ્ધાથી પથ્થરને પણ પૂજવામાં આવે છે. શ્રદ્ધા હોય તો બધું જ સકારાત્મક લાગે છે.”

શ્રદ્ધા અને તર્ક વચ્ચે ચર્ચા

દશામાંના વ્રતને લઈને વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને શ્રદ્ધાળુઓની પ્રતિક્રિયાઓ બાદ આ મુદ્દે શ્રદ્ધા અને વૈજ્ઞાનિક તર્ક વચ્ચે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ વિજ્ઞાન જાથા વ્રતના નામે થતા અંધશ્રદ્ધા અને દેખાડા સામે સવાલો ઉઠાવી રહ્યું છે, જ્યારે બીજી તરફ શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ધાર્મિક વ્રત અને પૂજા તેમની વર્ષોથી ચાલી આવતી આસ્થા સાથે જોડાયેલા છે.

આ સમગ્ર મુદ્દે બંને પક્ષના અભિગમ અલગ છે. વિજ્ઞાન જાથા પોતાના વૈજ્ઞાનિક અભિગમના આધારે સવાલો ઉઠાવી રહ્યું છે, જ્યારે શ્રદ્ધાળુઓ પોતાની ધાર્મિક માન્યતા અને વ્યક્તિગત આસ્થા પ્રમાણે દશામાંનું વ્રત કરતા રહેવાની વાત કરી રહ્યા છે.

Breaking News : રાજકોટમાં ગેરકાયદે પેટ્રોલ વેચાણ મામલે બે શખ્સોની ધરપકડ , જુઓ Video

Follow Us
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ગુજરાત યુનિવર્સિટીમાં 8 રાઉન્ડ બાદ પણ હજારો UG-PG બેઠકો ખાલી
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ISRO બંધ નહીં થાય, બદલાશે ભૂમિકા- જુઓ Video
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
ગુજરાતમાં સામાન્ય છૂટાછવાયા વરસાદની સંભાવના
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
મૂર્તિપૂજાના વિરોધી મુસ્લિમો નવરાત્રી-દાંડિયામાં ના આવેઃ મુંબઈ VHP
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
નબળા ચોમાસાની મોટી અસર: ગુજરાતના જળાશયો તરસ્યા,207માંથી માત્ર 20 છલોછલ
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
ચૈતર વસાવાને હંગામી રાહત! 7 દિવસના શરતી જામીન મંજૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
1 જ રસોડામાં 3 અલગ સિલિન્ડર રાખવા પાછળનું શું છે સત્ય?
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
મા અંબાના ધામમાં 5 મીટરથી મોટી ધજા માતાજીના ચરણોમાં જ અર્પણ કરવી પડશે
g clip-path="url(#clip0_868_265)">