Breaking News : રાજકોટમાં ગેરકાયદે પેટ્રોલ વેચાણ મામલે બે શખ્સોની ધરપકડ , જુઓ Video
રાજકોટમાં ગેરકાયદે પેટ્રોલ વેચાણ મામલે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.SOG અને કુવાડવા રોડ પોલીસની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે. વાહનોમાં નાખવા માટે શંકાસ્પદ ઈંધણ વેચાતું હોવાનો ખુલાસો થયો છે.
રાજકોટ SOG અને કુવાડવા રોડ પોલીસનો સંયુક્ત કાર્યવાહી સામે આવી છે.ગેરકાયદે પેટ્રોલ વેચાણ 2 શખ્સો પર કાર્યવાહી કરવામાં આવી છે.ટ્રાન્સપોર્ટનગરના ગોડાઉનમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ચાલતો હતોગેરકાયદે ઈલેક્ટ્રિક ફ્યુઅલ પંપ સાથે 1900 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ઝડપાયું છે.ગ્રાહકોને છેતરી વાહનોમાં શંકાસ્પદ ઈંધણ નાખવા આવતું હતું.
મહેલમ ભારમલ અને રણજિત ધાંધલની ધરપકડ કરાઈ છે.SOGની કાર્યવાહીમાં રૂપિયા 3.17 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.લેપટોપ, ડાયરી, બિલબુક સહિત વેપારના ડોક્યુમેન્ટ પણ પોલીસ કબજામાં છે.
ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત
પેટ્રોલ-ડીઝલ ઇંધણનો સૌથી મહત્વનો સ્ત્રોત છે. આ પેટ્રોલિયમ બળતણ ઈંધણનો સૌથી સામાન્ય પ્રકાર છે. તેની કિંમતોમાં ફેરફાર કાચા તેલ પર આધાર રાખે છે. પેટ્રોલમાં મુખ્યત્વે હાઇડ્રોકાર્બન તેમજ અન્ય કાર્બનિક સંયોજનોના નિશાન હોય છે.આજકાલ દેશમાં મોટાભાગના વાહનોમાં પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. જો વૈશ્વિક લેબલ પર ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થાય છે તો તેની અસર સામાન્ય રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર પણ પડે છે.
Breaking News : રાજકોટના ન્યારી ડેમમાં 2 મિનિટની રોલ બનાવવા યુવાનોએ જીવને જોખમમાં નાંખ્યો, જુઓ Video અહી ક્લિક કરો
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 6 લોકોના મોત નિપજ્યા ! Video
