મહેસાણાના આંબલીયાસણમાં અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે એટ્રોસિટી-પોક્સો હેઠળ ગુનો દાખલ
ફરિયાદ મુજબ, યુવતી મંદિર ખાતે દર્શન માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને મંદિરમાં પ્રવેશતા અટકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવતીને તેની જાતિ અંગે અપમાનજનક ભાષા બોલવામાં આવી હતી. તેમજ ગાળો પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહેસાણા જિલ્લાના આંબલીયાસણ સ્ટેશન નજીક આવેલા મહાદેવના મંદિર ખાતે અનુસૂચિત જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતી અટકાવવામાં આવી હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. આ મામલે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ પોક્સોની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, યુવતી મંદિર ખાતે દર્શન માટે ગઈ હતી ત્યારે આરોપીઓએ તેને મંદિરમાં પ્રવેશતા અટકાવી હતી. ત્યારબાદ આરોપીઓએ યુવતીને તેની જાતિ અંગે અપમાનજનક ભાષા બોલવામાં આવી હતી. તેમજ ગાળો પણ આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ફરિયાદમાં એવો પણ આક્ષેપ છે કે આરોપીઓએ ફરિયાદીની નાની બહેન સાથે અડપલાં કર્યા હતા. બોલાચાલીમાં મામલો વધુ ઉગ્ર બનતાં આરોપીઓએ બંને યુવતીઓ સાથે ઝપાઝપી કરી હતી. દરમિયાન યુવતીઓને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ઘટનાને પગલે યુવતી દ્વારા લાંઘણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ત્રણ આરોપીઓ સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની જોગવાઈઓ ઉપરાંત પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાના સંજોગો અને ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.
Breaking News : ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું, જુઓ Video
અમદાવાદમાં 7થી 10 સપ્ટેમ્બર સુધી રિક્ષા-ટેક્સી ચાલકો પાળશે હડતાળ
સુરતની બોય્ઝ હોસ્ટેલના ભોજનમાં નીકળ્યો વંદો! મેસ એજન્સી સામે કાર્યવાહી
સાપુતારા જતી બસ ભેખડ સાથે અથડાઈ, 54 મુસાફરોનો આબાદ બચાવ ! Video
જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાંથી દીપડો પાંજરે પુરાયો

