Breaking News : ગુજરાતના જન્મેલા વર્ષના ક્રિકેટરે સંન્યાસની કરી જાહેરાત, ફર્સ્ટ ક્લાસમાં બનાવ્યા 10 હજારથી વધુ રન
Jeet Raval retires: અમદાવાદમાં જન્મેલા જીત રાવલે પ્રોફેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે 2016 થી 2020 વચ્ચે 24 ટેસ્ટ મેચ રમી છે.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ઓપનર અને ભારતીય મૂળના ક્રિકેટર જીત રાવલે 2026-27ની સ્થાનિક સિઝન પહેલા ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સપ્ટેમ્બરમાં 38 વર્ષના બેટ્સમેને ન્યુઝીલેન્ડની નેશનલ ટીમ માટે 2016 થી 2020 વચ્ચે કુલ 24 ટેસ્ટ મેચ રમી છે.

મેદાનમાંથી વિદાય લીધા બાદ હવે જીત રાવલ પોતાની બીજી ઈનિગ્સ પર ધ્યાન આપશે. તે એક ઓડિટિંગ ફર્મમાં ચાર્ટેડ અકાઉન્ટેડના રુપમાં કામ કરી રહ્યો છે. જે તેની ફુલ ટાઈમ જોબ છે.

ગુજરાતમાં જન્મેલા જીત રાવલના ક્રિકેટની સફર ખુબ શાનદાર રહી છે. જીત રાવલે ભારતના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલની સાથે અમદાવાદના વિદ્યાનગરમાં અભ્યાસ કર્યો છે. શાળાના દિવસોમાં પાર્થિવ પટેલનો ઓપનિંગ પાર્ટનર હતો.ત્યારબાદ તેમનો પરિવાર ગુજરાત છોડી ઓકલેન્ડમાં શિફ્ટ થયો હતો.

અહી તેમણે અંડર -19 ટીમમાંથી પોતાની ઓળખ બનાવી હતી. ડિસેમ્બર 2008માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ઓકલેન્ડ તરફથી ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું હતુ. જીત રાવલે 2016માં ક્રાઈસ્ટચર્ચમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતુ.

તેમણે 24 ટેસ્ટ મેચમાં 1 સદી અને 7 અડધી સદી ફટકારી છે. તે 2021માં ભારતને હરાવી પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતનારી ન્યુઝીલેન્ડના સ્કવોડનો ભાગ હતો.

સંન્યાસની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આ નિર્ણય મારા માટે ખુબ સમ્માન અને ગર્વની વાત છે.હું સંપૂર્ણપણે સંતુષ્ટ અને શાંતિ અનુભવું છું. બ્લેક કેપ્સ માટે રમવું એ બાળપણનું સ્વપ્ન હતું, અને આજે પાછળ ફરીને જોતાં, મને ગર્વ થાય છે. તે ફક્ત મારું સ્વપ્ન જ નહીં, પણ મારા પિતાનું પણ સ્વપ્ન હતું. તેમણે એક તક જોઈ અને આખા પરિવારને ન્યુઝીલેન્ડ લાવ્યા જેથી હું આ સ્વપ્નને જીવી શકું.

જીત રાવલે 9 મે 2016ના રોજ અમદાવાદમાં સુરભિ સાથે લગ્ન કર્યા. તેઓ યુરોપમાં હનીમૂન માટે ગયા હતા, પરંતુ ન્યૂઝીલેન્ડની નેશનલ ટીમમાં રાવલની પસંદગીને કારણે તે પ્રવાસ અધૂરો છોડવો પડ્યો હતો.
ક્રિકેટ કારકિર્દી ટુંકી રહી, લોન ઉપનામથી ફેમસ, BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
