મોટું કૌભાંડ… અમદાવાદના આ બિલ્ડરન જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ, જુઓ Video
અમદાવાદના લોકપ્રિય બિલ્ડર દશરથ પટેલની રાજસ્થાનથી જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગોધાવી ગામની આશરે ₹20-21 કરોડની અઢી વીઘા જમીન બોગસ વારસાઈ દ્વારા પચાવી પાડવાનો આરોપ છે.
અમદાવાદના પોપ્યુલર બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડીના કેસમાં રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં દશરથ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયાધીશે તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે પોલીસ વધુ તપાસ હાથ ધરશે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ કૌભાંડ ગોધાવી ગામની અંદાજે અઢી વીઘા જમીન સાથે સંકળાયેલું છે, જેની કિંમત આશરે 20 થી 21 કરોડ રૂપિયા અંદાજવામાં આવી રહી છે. દશરથ પટેલ અને અન્ય આરોપીઓએ બોગસ વારસાઈ દસ્તાવેજો બનાવીને અને વારસાઈમાં ચેડા કરીને આ કિંમતી જમીન પચાવી પાડી હોવાનો આરોપ છે. તેમણે પોતાનું નામ દસ્તાવેજોમાં દાખલ કર્યું હતું.
આ ગુનો વર્ષ 2022માં બોપલ પોલીસ સ્ટેશનમાં રમણ પટેલ, દશરથ પટેલ અને સરયુદાસ બાવા વિરુદ્ધ નોંધાયો હતો. એલસીબી દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે. દશરથ પટેલની ધરપકડ બાદ આ જમીન કૌભાંડમાં વધુ ઘણા ખુલાસા થવાની શક્યતાઓ છે.
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી, જુઓ Video
‘કામચોરી’ ભારે પડી! AMCના 13 અધિકારીઓને 'શો-કોઝ' નોટિસ - જુઓ Video
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
