AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેરીના રસિયાઓ માટે સારા સમાચાર: તાલાળા યાર્ડમાં કેસરની હરાજીની તારીખ જાહેર

Breaking News : કેરીના રસિયાઓ માટે સારા સમાચાર: તાલાળા યાર્ડમાં કેસરની હરાજીની તારીખ જાહેર

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2026 | 6:20 PM
Share

ગીરની શાન ગણાતી કેસર કેરી ટૂંક સમયમાં તમારા ઘર સુધી પહોંચશે. જોકે, આ વખતે સ્વાદની સાથે કિંમત પણ તમને ચોંકાવી શકે છે. જાણો શું છે માર્કેટ યાર્ડનો નવો પ્લાન અને કેમ આ વખતે કેરી મોંઘી પડી શકે છે.

કેસર કેરીના ગઢ ગણાતા ગીર-સોમનાથથી કેરીના રસિયાઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ તાલાળા મેંગો માર્કેટ યાર્ડમાં આગામી 19 એપ્રિલથી કેસર કેરીની હરાજીનો સત્તાવાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. માર્કેટ યાર્ડમાં કેસરની આવક શરૂ થવાની જાહેરાત થતા જ વેપારીઓ અને ગ્રાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

જોકે, આ વખતે મીઠાશની સાથે મોંઘવારીનો ડઝ પણ લાગી શકે છે. ગત વર્ષે તાલાળા માર્કેટમાં અંદાજે 4.50 લાખ બોક્સની જંગી આવક થઈ હતી, તેની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું રહેવાની શક્યતા છે.

ઓછી આવકને કારણે બજારમાં કેસર કેરીના ભાવ ઊંચા રહે તેવી પૂરી શક્યતા છે. એટલે કે, આ વર્ષે ગીરની કેસરનો સ્વાદ માણવા માટે તમારે ખિસ્સા થોડા વધુ ઢીલા કરવા પડી શકે છે. તેમ છતાં, કેસરની સુગંધ ખેંચી લાવનારા ગ્રાહકો માટે 19 એપ્રિલનો દિવસ ખૂબ જ ખાસ બની રહેશે.

આ પણ વાંચો:

ચૂંટણી સમયે જ AMTSએ ખોલી તંત્રની પોલ, ગોતામાં ખોદાયેલા ખાડામાં બસ ખાબકતા તંત્ર સામે સવાલો

“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ

વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">