AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતીય રેલવેએ મુસાફરોને આપી ‘મોટી ભેટ’, બસ કરી લો આ એક કામ

'ભારતીય રેલવે' મુસાફરો માટે એક શાનદાર સમાચાર લઈને આવ્યું છે. રેલવેએ ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અને મુસાફરોનો સમય બચાવવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે, જેના હેઠળ ટિકિટ બુકિંગ પર સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

| Updated on: Apr 13, 2026 | 5:26 PM
Share
ટ્રેન દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે હવે દરેક સફર પર થોડા પૈસા બચાવવાનું સરળ બની ગયું છે. ભારતીય રેલવેએ RailOne એપ દ્વારા ડિજિટલ પેમેન્ટથી અનરિઝર્વ્ડ (અનારક્ષિત) ટિકિટ બુક કરવા પર 3% ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કર્યો છે.

1 / 5
આ છૂટ ફક્ત એ જ ટિકિટો પર મળશે, જે RailOne એપ પર UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા બુક કરવામાં આવશે. આ સુવિધા 14 જુલાઈ 2026 સુધી જ ઉપલબ્ધ રહેશે. દરરોજ ટ્રેન દ્વારા અવરજવર કરતા મુસાફરો માટે આ ખાસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આમ જોવા જઈએ તો, 3% છૂટ નાની લાગી શકે છે પરંતુ જે લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે, તેમના માટે આ આગામી મહિનાઓ સારી એવી બચતમાં પરિણમી શકે છે.

2 / 5
આનાથી ટ્રેન મુસાફરી થોડી સસ્તી થશે અને લોકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહન પણ મળશે. RailOne એક એવી એપ છે કે, જેમાં રેલવેની ઘણી સેવાઓ એક જ જગ્યાએ મળી રહે છે. મુસાફરો આ જ એપથી રિઝર્વ્ડ ટિકિટ, અનરિઝર્વ્ડ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે. આમાં IRCTC Rail Connect, NTES, UTS on Mobile અને Rail Madad જેવી સેવાઓ પણ જોડાયેલી છે, જેથી અલગ-અલગ એપ વાપરવાની જરૂર પડતી નથી.

3 / 5
આ એપ દ્વારા મુસાફરો લાઈવ ટ્રેન સ્ટેટસ જોઈ શકે છે, પ્લેટફોર્મ નંબર જાણી શકે છે અને PNR સ્ટેટસ પણ ચેક કરી શકે છે. સાથે જ, સીટ પર જમવાનું ઓર્ડર કરવા જેવી સુવિધાઓ પણ મળે છે, જેનાથી સફર વધુ સરળ બની જાય છે. RailOne એપથી ટિકિટ બુક કરવી હવે ઘણી સરળ અને ઝડપી બની ગઈ છે.

4 / 5
મુસાફરો ગમે ત્યાંથી અને ગમે ત્યારે ટિકિટ બુક કરી શકે છે તેમજ 3% ડિસ્કાઉન્ટનો લાભ પણ ઉઠાવી શકે છે. RailOne એપ દરરોજ મુસાફરી કરનારાઓ માટે સફરને વધુ સરળ, ઝડપી અને સસ્તી બનાવી રહી છે. ડિજિટલ બુકિંગથી રોકડ પરની નિર્ભરતા ઘટે છે, જેનાથી મુસાફરી વધુ સુરક્ષિત અને સુવિધાજનક બને છે.

5 / 5

આ પણ વાંચો: ટિકિટ જોયા વગર જ ખબર પડી જશે ટ્રેનની સ્પીડ અને સુવિધા! જાણો વાદળી, લાલ અને સફેદ ડબ્બાઓ પાછળનું અસલી ગણિત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">