AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૈસા ડબલ કરવાનું મશીન ! આ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણકારો થયા ‘માલામાલ’, 1 લાખના સીધા કરી દીધા 3 લાખ

જો તમે સુરક્ષિત રોકાણની સાથે બમ્પર વળતરની શોધમાં છો, તો LIC ની સહાયક કંપની 'LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ' અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કંપનીની કેટલીક પસંદગીની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ રોકાણકારો માટે 'પૈસા ડબલ કરવાની મશીન' સાબિત થઈ છે.

| Updated on: Apr 13, 2026 | 8:52 PM
Share
LIC મ્યુચ્યુઅલ ફંડ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ એ LICની એક સહાયક કંપની છે, જે મ્યુચ્યુઅલ ફંડનો વ્યવસાય કરે છે. આ કંપની પાસે એકથી એક શાનદાર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ છે, જે લાંબા સમયથી રોકાણકારોને શાનદાર વળતર આપી રહી છે. આ સ્કીમ્સ એટલી સફળ રહી છે કે, છેલ્લા 5 વર્ષમાં તેણે રોકાણકારોના પૈસા ડબલ (Money-Doubling Funds) કરી દીધા છે.

1 / 5
LIC મ્યુચ્યુઅલ ફંડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. આ ફંડ છેલ્લા પાંચ વર્ષથી વાર્ષિક સરેરાશ 24.81% ના દરે રિટર્ન આપી રહ્યું છે, જેના કારણે 5 વર્ષ પહેલા કરવામાં આવેલું 1 લાખ રૂપિયાનું રોકાણ આજે વધીને 3 લાખ રૂપિયા થઈ ગયું છે. આવી જ રીતે, જો કોઈ રોકાણકારે આ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયાની SIP કરી હોત, તો આજે તેનું ફંડ અંદાજે 5.54 લાખ રૂપિયા જેટલું તૈયાર થઈ ગયું હોત. હાલમાં આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) 49.50 રૂપિયા છે. આ ફંડના બીજા મહત્વના પાસાઓ પર નજર કરીએ તો, તેનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 905 કરોડ રૂપિયા છે અને એક્સપેન્સ રેશિયો 2.28% છે. આ ફંડનો બેન્ચમાર્ક NIFTY Infrastructure TRI છે. રોકાણકારો આ સ્કીમમાં ઓછામાં ઓછું 5000 રૂપિયાનું લંપસમ (Lumpsum) રોકાણ કરી શકે છે, જ્યારે SIP દ્વારા માત્ર 200 રૂપિયા થી રોકાણ શરૂ કરવાની સુવિધા મળે છે. ફંડના જોખમ અને વળતરના ગણિતને સમજતા તેના ટેકનિકલ પેરામીટર્સમાં સ્ટાન્ડર્ડ ડેવિએશન 21.60%, શાર્પ રેશિયો 0.86 અને બીટા 0.73 નોંધાયા છે.

2 / 5
LIC મ્યુચ્યુઅલ ફંડની ડિવિડન્ડ યીલ્ડ ફંડ સ્કીમે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને સારું એવું વળતર આપ્યું છે. આ ફંડ સ્કીમ છેલ્લા પાંચ વર્ષથી વાર્ષિક સરેરાશ 16.77% ના દરે રિટર્ન આપી રહી છે. આ ગણતરી મુજબ, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલાં આ સ્કીમમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત વધીને 2.16 લાખ રૂપિયા થઈ ગઈ હોત. આ ઉપરાંત, દર મહિને 5,000 રૂપિયાની SIP કરનાર રોકાણકારો માટે આજે અંદાજે 4.55 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ ગયું હોત. હાલમાં આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) 29.32 રૂપિયા છે. ફંડની બીજી વિગતો જોઈએ તો, તેનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 583 કરોડ રૂપિયા છે અને એક્સપેન્સ રેશિયો 2.36% છે. આ ફંડ NIFTY 500 TRI બેન્ચમાર્ક પર આધારિત છે. આ સ્કીમમાં રોકાણકારો ન્યૂનતમ 5,000 રૂપિયાનું લંપસમ રોકાણ અને માત્ર 200 રૂપિયાથી SIP શરૂ કરી શકે છે. ટેકનિકલ પરિમાણોની વાત કરીએ તો, ફંડનું સ્ટાન્ડર્ડ ડેવિએશન 17.05%, શાર્પ રેશિયો 0.64 અને બીટા 1.12 નોંધાયું છે.

3 / 5
LIC મ્યુચ્યુઅલ ફંડની લાર્જ એન્ડ મિડ કેપ ફંડ સ્કીમે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને સ્થિર અને મજબૂત વળતર પૂરું પાડ્યું છે. આ ફંડ સ્કીમ પાંચ વર્ષથી વાર્ષિક સરેરાશ 14.96% ના દરે રિટર્ન આપી રહી છે. આ કામગીરીને આધારે, જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પહેલાં આ ફંડમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને 2.01 લાખ રૂપિયા થઈ ગઈ હોત. આ સિવાય, દર મહિને 5,000 રૂપિયાની SIP કરનાર રોકાણકારો માટે 5 વર્ષના ગાળામાં અંદાજે 4.36 લાખ રૂપિયાનું મોટું ફંડ તૈયાર થઈ ગયું હોત. હાલમાં આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) 37 રૂપિયા છે. આ ફંડના અન્ય મહત્વના આંકડાઓ પર નજર કરીએ તો, તેનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 2,710 કરોડ રૂપિયા છે અને એક્સપેન્સ રેશિયો 1.99% છે. આ ફંડ NIFTY Large Midcap 250 TRI ને બેન્ચમાર્ક તરીકે અનુસરે છે. રોકાણકારો આ સ્કીમમાં ઓછામાં ઓછું 5,000 રૂપિયાનું લંપસમ રોકાણ કરી શકે છે, જ્યારે SIP શરૂ કરવા માટે લઘુત્તમ મર્યાદા માત્ર 200 રૂપિયા રાખવામાં આવી છે. ટેકનિકલ માપદંડો મુજબ, ફંડનું સ્ટાન્ડર્ડ ડેવિએશન 16.31%, શાર્પ રેશિયો 0.54 અને બીટા 1.06 નોંધાયું છે.

4 / 5
LIC મ્યુચ્યુઅલ ફંડની મિડકેપ ફંડ સ્કીમે છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોને સરેરાશ 14.88% ના દરે વાર્ષિક રિટર્ન આપીને મજબૂત પ્રદર્શન કર્યું છે. આ સ્કીમની કામગીરી જોતા, જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલાં આ ફંડમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રકમ વધીને અંદાજે 2 લાખ રૂપિયા થઈ ગઈ હોત. વધુમાં, દર મહિને 5,000 રૂપિયાની SIP કરનાર રોકાણકારો માટે આ પાંચ વર્ષના ગાળામાં આશરે 4.34 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ ગયું હોત. હાલમાં આ ફંડની નેટ એસેટ વેલ્યુ (NAV) 27.66 રૂપિયા છે. ફંડના આંકડાકીય પાસાઓ પર નજર કરીએ તો, આ સ્કીમનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 301 કરોડ રૂપિયા છે અને તેનો એક્સપેન્સ રેશિયો 2.50% જેટલો છે. આ ફંડ NIFTY Midcap 150 TRI ને બેન્ચમાર્ક તરીકે અનુસરે છે. રોકાણકારો આ સ્કીમમાં ઓછામાં ઓછું 5,000 રૂપિયાનું લંપસમ રોકાણ કરી શકે છે, જ્યારે SIP શરૂ કરવા માટેની લઘુત્તમ મર્યાદા માત્ર 200 રૂપિયા છે. ટેકનિકલ માપદંડો મુજબ, ફંડનું સ્ટાન્ડર્ડ ડેવિએશન 17.86%, શાર્પ રેશિયો 0.62 અને બીટા 1 નોંધાયું છે.

5 / 5

હવે એક પણ ભૂલ વગર ભરાશે ‘રિટર્ન’ ! આવી ગયો છે ઇન્કમ ટેક્સનો ‘જાદુઈ સાથી’, જે તમારી દરેક મુશ્કેલી મિનિટોમાં ઉકેલશે

Follow Us
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ

જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો

કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું

ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી

'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું

ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી

સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત

સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ

છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">