Katrina Kaif Family Tree : માત્ર કેટરિના જ નહીં 6 બહેનો-1 ભાઈ પણ છે પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત, પતિનો પણ છે બોલિવુડમાં દબદબો
Katrina Kaif Family Tree : કેટરીના કૈફ (Katrina Kaif )નો જન્મ હોંગકોંગમાં થયો હતો. જોકે તે લંડનમાં ઉછરી હતી. તેના પિતા મોહમ્મદ કૈફ કાશ્મીરી છે. તેની માતા સુઝાન બ્રિટિશ મૂળની છે.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif ) અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. અભિનેત્રી ભારતીય સિનેમામાં એક ખાસ ઓળખ ધરાવતી અને પોતાની એક્ટિંગ અને સુંદરતા માટે લાખો દિલો પર રાજ કરે છે. આજે અમે તમને તેના ભાઈ-બહેન અને માતાપિતા વિશે માહિતી જણાવીએ છીએ. શું તમે જાણો છો કે કેટરિના કૈફને સાત ભાઈ-બહેન છે ? ચાલો જાણીએ કેટરીનાના માતા-પિતા વિશે, જેમના લાંબા સમય પહેલા છૂટાછેડા થઈ ગયા છે.
40 વર્ષની ઉંમરે પણ તે યુવા અભિનેત્રીઓને ટક્કર આપે છે. છેલ્લા બે દાયકાથી ફિલ્મોમાં સક્રિય કેટરીનાની ફેન ફોલોઈંગ લાખોમાં છે. ફેન્સ તેના ડાન્સિંગની સાથે સાથે તેની ફેશન અને સ્ટાઇલના પણ દીવાના છે. કેટની ગણતરી બોલિવૂડની ફેશનેબલ અભિનેત્રીઓમાં થાય છે.
કેટરિના કૈફની માતા વકીલ
કેટરિના કૈફની ઘણીવાર મીડિયાની સામે તેની માતાનો ઉલ્લેખ કરે છે અને તેનું સંપૂર્ણ સન્માન કરે છે. સુઝાન એક વકીલ અને ખૂબ જ સક્રિય સામાજિક કાર્યકર છે. કેટરીનાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેના ઉછેરમાં તેના પિતાનું કે તેના ભાઈ-બહેન માટે કોઈ યોગદાન નથી, તેની માતાએ જ તેને ઉછેરી છે.
કેટરીનાના માતા-પિતાના બાળપણમાં જ છૂટાછેડા થઈ ગયા હતા
કેટરિના કૈફ જ્યારે તે ખૂબ જ નાની હતી ત્યારે તેના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા, ત્યારબાદ તેના પિતા અમેરિકા ગયા હતા. ત્યારથી તે ભાગ્યે જ તેના પિતાને મળી હતી અને તેની માતા દ્વારા તેનો ઉછેર થયો હતો. ઘણા અહેવાલો અનુસાર, કેટરિનાનો મોટો પરિવાર છે. 7 ભાઈ-બહેનોમાંથી 6 બહેનો અને 1 ભાઈ છે.કેટરિનાને ત્રણ મોટી બહેનો અને બે નાની બહેનો છે.તેનો ભાઈ પણ તેના કરતા મોટો છે.
આ પણ વાંચો : ISRO Chairman S. Somanath Family Tree : ડો. એસ. સોમનાથના નેતૃત્વમાં ચંદ્રયાન-3 લોન્ચ થયું, જાણો તેમના પરિવાર વિશે
કેટરીના કૈફના ભાઈ-બહેન
કેટરિના કૈફની મોટી બહેન સ્ટેફની ટર્કોટ પ્રાઈવેટ પર્સન તરીકે ઓળખાય છે. સેબેસ્ટિયન ટર્કોટ કેટરીનાનો મોટો ભાઈ છે જે પરિવારનું બીજું સંતાન છે. તે ફર્નિચર ડિઝાઇનર અને એડવેન્ચર પ્રેમી છે. કેટરિનાની ત્રીજી બહેન ક્રિસ્ટીન ટર્કોટ (પરિણીત) છે, જે ગૃહિણી છે. ત્યારબાદ ચોથી બહેન નતાશા ટર્કોટ (રોબર્ટ્સ) અને કેટરિનાની ત્રીજી મોટી બહેન, જ્વેલરી ડિઝાઇનર છે.
14 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું
કેટરીનાની કારકિર્દી માત્ર 14 વર્ષની ઉંમરે મોડલિંગથી શરૂ થઈ હતી. મોડલિંગ દરમિયાન તેને ફિલ્મ ‘બૂમ’ (2003)માં કાસ્ટ કરવામાં આવી હતી. આ પછી તેણે ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ પણ કરી. તેલુગુ ફિલ્મ ‘મલ્લીસ્વરી’માં પણ કામ કર્યું હતું. આ પછી તે ફિલ્મ ‘સરકાર’માં પણ જોવા મળી હતી પરંતુ મુખ્યત્વે તેને ફિલ્મ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’ (2005) થી મોટો બ્રેક મળ્યો જેમાં તેનો હીરો સલમાન ખાન હતો.આ ફિલ્મ પછી તેનું નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ગયું.આ પછી કેટરીનાએ અત્યાર સુધી ઘણી મોટી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
ડિસેમ્બર 2021માં કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્નનના બંધનમાં બંધાયા હતા. કપલે 9 ડિસેમ્બર 2021 ના રોજ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કર્યા હતા,