Breaking News : કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા અંગે ચૂંટણીપંચમાં કરાશે ફરિયાદ, જુઓ વીડિયો
કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ કરવામાં આવશે.ગાંધીનગરમાં ચૂંટણી પંચની ઓફિસે ફરિયાદ માટે જશે. આ સાથે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા અંગે ચૂંટણીપંચમાં ફરિયાદ કરશે.કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ ચૂંટણીપંચમાં રજૂઆત માટે જશે. સાંજે ચાર કલાકે ન્યાય મેળવવા ચૂંટણીપંચમાં રજૂઆત કરશે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ થવા અંગે રજૂઆત કરશે.વિપક્ષના ઉમેદવારોએ રજૂ કરેલ વાંધાઓને અવગણવા અંગે ફરિયાદ કરશે. ઉમેદવારોને ધાકધમકી, પ્રલોભનો અને ઉપાડી જવાની ઘટનાની ચૂંટણીપંચમાં રજૂઆત કરશે.પુરાવાઓ સાથે કોંગ્રેસ ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવશ, સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી આ ઘટના જોવા મળી રહી છે.
પોલીસ અને પ્રશાસને ભાજપના ખેસ પહેર્યો
સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ચૂંટણી સત્તામાં બેસેલા અધિકારીઓ અને ચૂંટણીપંચ લડી રહ્યું છે તેમજ પોલીસ અને પ્રશાસને ભાજપના ખેસ પહેર્યો છે,ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને 25 લાખ રૂપિયાની ઓફર આપી તોડવાના પ્રયાસ કરી રહ્યું છે. ભાજપને ચેલેન્જ છે કે, ચૂંટણી ફ્રી એન્ડ ફેર કરી બતાવે.ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચાવવાની રાજનીતિ ચાલી રહી છે.
ચૂંટણીપંચને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ રજૂઆત કરશે
ડીજીપી અને ચૂંટણીપંચેને નામજોગ ફરિયાદ છતાં કોઈ કાર્યવાહી નહીં. આજે સાંજે ચૂંટણીપંચને કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ રજૂઆત કરશે.પોલીસ કોંગ્રેસ ઉમેદવારના ઘરે જાય છે અને ડરાવે છે.કલોલ, સુરત, વાસદ હોય કે અનેક જગ્યા એ અધિકારીઓના નામ જોગ ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી નથી થતી પુરાવા ચેક કર્યા બાદ ફોર્મ ડિલીટ કરી રહ્યા છે, આ સાથે તેમનું કહેવું છે કે,ચૂંટણી પંચ ભેદભાવ કરી રહ્યા છે.ભાજપ મેદાને આવી લડે , પોલીસ અને પ્રસાશનને આગળ ના લાવે
ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો
તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video
અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો
ભારે વરસાદને પગલે દિલ્લી-સુરત ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ! 18 મુસાફરો સવાર
આજનું રાશિફળ : અટકેલી ડીલ ફાઇનલ, વિદેશથી નફો કે નવી નોકરીની ઓફર?
