AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી એક મેચના કેટલા રૂપિયા લે છે? કમાણી જાણીને હોશ ઊડી જશે

બિહારના સમસ્તીપુરના ખેડૂત પરિવારમાંથી આવતા 15 વર્ષના સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. IPL ઇતિહાસના સૌથી યુવા ખેલાડી ગણાતા વૈભવની બેટિંગ જેટલી આક્રમક છે, તેટલી જ તેની કમાણી પણ ચોંકાવનારી છે.

| Updated on: Apr 12, 2026 | 5:03 PM
Share
IPL 2026ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી વૈભવ સૂર્યવંશીએ ઘણી હેડલાઇન્સ મેળવી હતી. તેણે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 26 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ યુવા બેટ્સમેને માત્ર મેચ જ નથી જીતાડી પરંતુ રાતોરાત પોતાની કિંમતમાં પણ અનેકગણો વધારો કરી દીધો છે.

1 / 5
વૈભવ સૂર્યવંશીએ હાલમાં IPL 2026 સીઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે કુલ ₹1.10 કરોડનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. આ ફ્રેન્ચાઈઝી તરફથી તેની મૂળ કમાણી છે. તે કોઈપણ મેચમાં ગમે તેવું પ્રદર્શન કરે, તેને આ ફી તો મળવાની જ છે. જો આપણે તેના કુલ કોન્ટ્રાક્ટને 14 મેચની સામાન્ય લીગ સીઝનમાં વહેંચીએ, તો તેની મૂળ કમાણી પ્રતિ મેચ અંદાજે ₹7.85 લાખ થાય છે. આ એ નિશ્ચિત ખર્ચ છે, જે ફ્રેન્ચાઈઝી તેની સેવાઓ માટે દરેક મેચમાં ખર્ચે છે.

2 / 5
કોન્ટ્રાક્ટ ઉપરાંત, IPL ખેલાડીઓને મેચ ફી પણ મળે છે. વર્તમાન નિયમો મુજબ, આ પ્રતિ મેચ અંદાજે ₹7.50 લાખ હોય છે. આ રકમ અલગથી આપવામાં આવે છે અને તેમની કુલ કમાણીમાં મોટો વધારો કરે છે. એવામાં જ્યારે બંને ભાગને જોડવામાં આવે છે, ત્યારે વૈભવની એક મેચની કુલ કમાણી અંદાજે ₹15.35 લાખ થઈ જાય છે. આ કમાણીમાં કોન્ટ્રાક્ટનો હિસ્સો અને મેચ ફી બંનેનો સમાવેશ થાય છે. તેના શાનદાર પ્રદર્શનના આધારે નિષ્ણાતોનું માનવું છે કે, સૂર્યવંશીના વાસ્તવિક બજાર મૂલ્યમાં ઘણો વધારો થયો છે.

3 / 5
બિહારના રહેવાસી વૈભવ સૂર્યવંશીની સફર તેની બેટિંગ જેટલી જ શાનદાર રહી છે. ડોમેસ્ટિક ક્રિકેટથી લઈને IPLના સ્ટેજ સુધી છવાઈ જવા સુધી, વૈભવ તે નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, જે પળવારમાં મેચનું પાસું પલટી શકે છે. વૈભવ સૂર્યવંશીનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો. તેઓ એક ખેડૂત પરિવારમાંથી આવે છે.

4 / 5
માત્ર 4 વર્ષની ઉંમરે તેમણે પિતા સંજીવ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પોતાની આવડતને નિખારવા માટે તેમણે સમસ્તીપુરની સ્થાનિક એકેડમીથી લઈને પટના અને મુઝફ્ફરપુર સુધીની મુસાફરી કરી છે. તેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં બિહારનું પ્રતિનિધિત્વ કરતા ઘણી નાની ઉંમરે પોતાની ઓળખ બનાવી હતી અને હવે તેઓ IPL ઇતિહાસના સૌથી યુવા ખેલાડી બની ગયા છે.

5 / 5

IPL 2026: શું દિલ્હીની હાર માટે ચોથા અમ્પાયર જવાબદાર ? ચેન્નાઈની જીત, અમ્પાયર સાથે વધારે બોલાચાલી

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">