AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકા-ઈઝરાયેલ સામે 40 દિવસ યુદ્ધ લડનારા ઈરાનમાં જઈએ તો ભારતના 100 રૂપિયાના કેટલા રિયાલ થાય ?

ઈરાનની રાજકીય અસ્થિરતા પણ રિયાલની નબળાઈ માટે જવાબદાર કહેવાય છે. મધ્યપૂર્વમાં હજુ પણ તણાવ જેવી સ્થિતિ છે. ઈરાનનુ આંતરિક રાજકારણ પણ કરવટ બદલતુ રહે છે. આવા સમયે રોકાણકારો વિશ્વાસ ગુમાવે તે સ્વાભાવિક છે. બીજી બાજુ ડોલર પર વધુ પડતા નિર્ભર રહીને વ્યવસાય કરવાને કારણે પણ રિયાલ નબળો પડી રહ્યાં છે.

અમેરિકા-ઈઝરાયેલ સામે 40 દિવસ યુદ્ધ લડનારા ઈરાનમાં જઈએ તો ભારતના 100 રૂપિયાના કેટલા રિયાલ થાય ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:08 PM
Share

અમેરિકા અને ઈઝરાયેલ સામે 40 દિવસ યુદ્ધનો માર ખમનારા ઈરાનની આર્થિક સ્થિતિ, 28 ફેબ્રુઆરી પહેલા પણ એટલી બધી સારી નહોતી તો 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરુ થયા બાદ પણ એટલી બધી ખરાબ થઈ નથી. જો કે, 8 એપ્રિલે યુદ્ધ વિરામની જાહેરાત કરાયા છતા ઈરાનની આર્થિક સ્થિતિ હવે કથળવા લાગી છે. એક તરફ યુદ્ધથી થયેલ ભારે નુકસાન, વૈશ્વિક આર્થિક પ્રતિબંધ, હોર્મુઝ સ્ટ્રેટની કટોકટી, ઈરાનનો આંતરરાષ્ટ્રીય ક્રુડનો વ્યવસાય ઠપ્પ થવો જેવા કારણોસર ઈરાનનો રિયાલ ડોલર તો ઠીક પરંતુ ભારતીય રૂપિયા સામે પણ ખૂબ જ નબળો પડ્યો છે.

આજની તારીખે, એક અંદાજ મુજબ 1 ભારતીય રૂપિયા બરાબર 500 થી 520 ઈરાની રીયાલ (IRR) થાય છે. એટલે કે, ભારતીય 100 રૂપિયાની બરાબર 50,000 થી 52,000 ઈરાની રીયાલ થાય. જો કે જે તારીખે યુદ્ધ શરુ થયું તે દિવસ એટલે કે 28મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રી માર્કેટમાં, ભારતના 1 રૂપિયા બરાબર 480 થી 500 ઈરાની રીયાલ થતા હતા. એટલે ભારતના 100 રૂપિયા બરાબર ઈરાનના 48,000 થી 50,000 રીયાલ થતા હતા.

28 ફેબ્રુઆરીથી 8 એપ્રિલ વચ્ચેના યુદ્ધના સમયગાળા દરમિયાન ભારતના 100 રૂપિયા સામે રીયાલમાં થોડો વધારો (depreciation) થયો છે. એટલે કે રૂપિયા સામે રીયાલ વધુ નબળો પડ્યો છે. રીયાલ વધુ નબળો પડવાનુ મુખ્ય કારણ એક નથી. ઈરાની ચલણ આંતરરાષ્ટ્રીય બજારમાં નબળુ પડવા માટેના કેટલાક મહત્વના કારણો છે. જેમાં અમેરિકાએ લગાવેલા આર્થિક પ્રતિબંધો સામેલ છે. યુદ્ધની સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે. સાથોસાથ ઈરાનના ક્રુડનો આંતરરાષ્ટ્રીય વ્યવસાય ઠપ્પ થઈ જવો, યુદ્ધના ખર્ચને પહોચી વળવા માટે રાષ્ટ્રીય ભંડોળ-અનામતનો વ્યાપક ઉપયોગ કરવો પણ એટલો જ જવાબદાર માનવામાં આવે છે.

ઈરાનની રાજકીય અસ્થિરતા પણ રિયાલની નબળાઈ માટે જવાબદાર કહેવાય છે. મધ્યપૂર્વમાં હજુ પણ તણાવ જેવી સ્થિતિ છે. ઈરાનનુ આંતરિક રાજકારણ પણ કરવટ બદલતુ રહે છે. આવા સમયે રોકાણકારો વિશ્વાસ ગુમાવે તે સ્વાભાવિક છે. બીજી બાજુ ડોલર પર વધુ પડતા નિર્ભર રહીને વ્યવસાય કરવાને કારણે પણ રિયાલ નબળો પડી રહ્યાં છે.

Breaking News : ઈરાન પાસેથી અમેરિકાને શું જોઈતું હતું ? શાંતિ મંત્રણા કેમ નિષ્ફળ ગઈ ? 5 મુદ્દાઓમાં જાણો ઈનસાઈડ સ્ટોરી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">