AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 કરોડનો ખેલાડી શું બેટિંગ કરવાનું ભૂલી ગયો? આ ધુરંધર બેટ્સમેન IPL માં રન બનાવવા માટે તરસી રહ્યો છે

IPL 2026 માં મોટાભાગના ખેલાડીઓ જેમને કરોડોમાં ખરીદવામાં આવ્યા છે, તેઓ રન બનાવવામાં અસમર્થ રહ્યા છે. બસ આવું જ કઈંક લખનૌ અને ગુજરાતની મેચમાં જોવા મળ્યું હતું. આ મેચમાં 21 કરોડનો ખેલાડી સંપૂર્ણપણે ફ્લોપ સાબિત થયો હતો.

| Updated on: Apr 12, 2026 | 8:38 PM
Share
IPL 2026 ની 19મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જંગ જામી હતી પરંતુ આ મેચમાં ફરી એકવાર લખનૌના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. વાત એમ છે કે, ટીમે જેને 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ આપીને રિટેન કર્યો હતો, તે ખેલાડી હાલ મેદાન પર રન બનાવવા માટે તરસી રહ્યો છે.

1 / 5
આઈપીએલ 2026ની 19મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો સામ-સામે હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને લખનૌને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા લખનૌની શરૂઆત આ મેચમાં સારી રહી નહોતી. તેમના ટોપ ઓર્ડર બેટ્સમેનો આ મેચમાં ફ્લોપ સાબિત થયા હતા. ત્યારબાદ સૌની આશા નિકોલસ પૂરન પર ટકેલી હતી પરંતુ આ મેચમાં તેણે પણ ફેન્સને નિરાશ કર્યા હતા.

2 / 5
21 કરોડમાં રિટેન કરાયેલા પૂરન માટે આ આઈપીએલ સીઝન અત્યાર સુધી કોઈ ખરાબ સપનાથી ઓછી રહી નથી. આઈપીએલ 2026માં નિકોલસ પૂરનના પ્રદર્શનની વાત કરીએ તો, આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાં તેના બેટથી માત્ર 41 રન આવ્યા છે, જે દરમિયાન તેની સરેરાશ (Average) માત્ર 10.25ની રહી છે. તેણે આ તમામ રન 85.41ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા છે. પૂરનને ટી20 ફોર્મેટનો સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે પરંતુ આ આઈપીએલ સીઝનમાં તે બેટથી પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યો છે.

3 / 5
પૂરનના બેટથી સતત રન ન આવવા તે અત્યારે ટીમ માટે સૌથી મોટી ટેન્શનની વાત છે. હવે જો આગામી એક-બે મેચમાં પણ રન નહીં આવે, તો પૂરનને ટીમમાંથી ડ્રોપ કરવામાં આવી શકે છે. નિકોલસ પૂરનનું પ્રદર્શન આ વર્ષે ટી20 ક્રિકેટમાં એટલું સારું રહ્યું નથી. આ વર્ષે તેણે T20 ફોર્મેટમાં 11 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં 13.90ની સરેરાશથી માત્ર 153 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 113.5નો રહ્યો છે અને તેના બેટથી એક પણ ફિફ્ટી પ્લસ રનની ઇનિંગ જોવા મળી નથી.

4 / 5
પૂરને ટી20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી પરંતુ હાલમાં તેની બેટિંગ જોઈને એવું લાગે છે કે, તે જાણે રન બનાવવાનું ભૂલી ગયો છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચની વાત કરીએ તો, પહેલા બેટિંગ કરતા લખનૌની ટીમે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 164 રન બનાવ્યા હતા. LSG માટે આ મેચમાં એડન માર્કરામે સૌથી વધુ 21 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. જો કે, ગુજરાતની ટીમે આ ટાર્ગેટ 18.4 ઓવરમાં ચેઝ કરી દીધો હતો.

5 / 5

આ પણ વાંચો: 15 વર્ષીય સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી એક મેચના કેટલા રૂપિયા લે છે? કમાણી જાણીને હોશ ઊડી જશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">