AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસની એક ભૂલથી, નવસારીની ગણદેવી નગરપાલિકા ભાજપનુ કમળ ખીલ્યું, ચૂંટણી વિના જ ભગવો લહેરાયો

કોંગ્રેસની એક ભૂલથી, નવસારીની ગણદેવી નગરપાલિકા ભાજપનુ કમળ ખીલ્યું, ચૂંટણી વિના જ ભગવો લહેરાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2026 | 6:27 PM
Share

નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા કોંગ્રેસની એક ભૂલને કારણે ભાજપને ચરણે ગઈ છે. નવસારીની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોના ભરાયેલા ફોર્મમાં, પાર્ટી તરફથી મેન્ડેડ મોડા આવતા, ચૂંટણી અધિકારીએ ગણદેવી નગરપાલિકાની 18 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કર્યા હતા. તેની સાથે જ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

ગુજરાતમાં આગામી 26મી એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ ભાજપે નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા અંકે કરી લીધી છે. ભાજપે સમગ્ર નવસારી જિલ્લામાં 42 બેઠકો, બિનહરીફ જીતી લીધી છે. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આગામી 26મી એપ્રિલના રોજ યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી ફોર્મની આજે ચકાસણી હાથ ધરાઈ હતી. આ ચકાસણીકાર્ય દરમિયાન અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકા કોંગ્રેસની એક ભૂલને કારણે ભાજપને ચરણે ગઈ છે. નવસારીની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારોના ભરાયેલા ફોર્મમાં, પાર્ટી તરફથી મેન્ડેડ મોડા આવતા, ચૂંટણી અધિકારીએ ગણદેવી નગરપાલિકાની 18 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ રદ કર્યા હતા. તેની સાથે જ ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

જો કે, ગણદેવી નગરપાલિકાના ઉમેદવારો સહિત, સમગ્ર નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કૂલ 42 ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. જેમાં જિલ્લા પંચાયતની છ બેઠકનો પણ સમાવેશ થાય છે. નવસારી જિલ્લામાં 42 બેઠકો બિનહરીફ વિજેતા જાહેર થતા જ ભાજપના કાર્યકરોએ વિજ્યોત્સવ મનાવ્યો હતો.

Breaking News : સુરતમાં આ વિસ્તારના રહીશોને હજુ પણ નથી મળ્યા વિકાસના ફળ, ચૂંટણી બહિષ્કારની કરાઈ જાહેરાત

Follow Us
g clip-path="url(#clip0_868_265)">