Breaking News : વડોદરામાં ચૂંટણી સમયે જ સોસાયટીમાં ભાજપના ઉમેદવારોનો થયો વિરોધ,જુઓ વીડિયો
વડોદરા શહેરમાં વોર્ડ 12માં પ્રચાર માટે ગયેલા ઉમેદવારો ને સ્થાનિકોએ ઘેર્યા હતા. આટલું જ નહી કેટલીક સોસાયટીમાં બેનરો લગાવીને વિરાધ કરવામાં આવ્યો હતો. કામ હોય ત્યારે કોઈ દેખાતું નથી, તેવા લોકોના આરોપ હતા.
વડોદરા શહેરમાં ચૂંટણી સમયે ભાજપના ઉમેદવારોનો વિરોધ થયો છે. વોર્ડ 12માં પ્રચાર માટે ગયેલા ઉમેદવારો ને સ્થાનિકોએ ઘેર્યા હતા. તેમજ ખાલી વોટ માગવા જ આવો છો કામ હોય ત્યારે કોઈ દેખાતું નથી, તેવા લોકોના આરોપ હતા.લોકોને ફક્ત વોટ થી જ મતલબ છે ચાલી ની સમસ્યા નું કોઈ નિરાકરણ લાવતા જ નથી. તેવી વાતો કરવામાં આવી હતી. શહેરની મહાનગર પાલિકાની ચુંટણી વોર્ડ-10 માં ભાજપ સામે બગાવતના સૂર જોવા મળ્યા હતા.વોર્ડ 10 ના વિવિધ વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર સામે વિરોધ દર્શાવતા પોસ્ટરો લાગ્યા હતા.ભાજપના ઉમેદવાર યોગ્ય નથી, તેવા લખાણ સાથેના પોસ્ટરો જોવા મળતા આંતરિક અસંતોષ બહાર આવ્યો હતો.
સોસાયટી બહાર વિરોધના બેનરો લાગ્યા
વોર્ડ નંબર 10ના ભાજપા ઉમેદવાર અવની સ્ટેમ્પવાળાની વિરુદ્ધમાં પોસ્ટર વોર શરુ થયું હતુ.અવની સ્ટેમ્પવાળાને મળેલી ટિકિટથી સ્થાનિક મતદારો અને પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી છે.સ્થાનિક ઉમેદવારની પસંદગી ન થતાં કાર્યકરોમાં ભારે નારાજગી.તો બીજી બાજુ ભાજપ બાદ કોંગ્રેસનો પણ વિરોધ થયો હતો.વડોદરા શહેરનાવાઘોડિયા રોડ પર આવેલી સોસાયટી બહાર કોંગ્રેસ વિરોધના બેનરો લાગ્યા હતા.રામભક્ત સોસાયટીમાં કોંગ્રેસે પ્રવેશવું નહીં તેવા લાગ્યા બેનરો લાગ્યા હતા. શહેરના વોર્ડ 15માં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.

