ડાઉન ટુ અર્થ છે 700 કરોડનો માલિક અમન ગુપ્તા, જુઓ પરિવારમાં કોણ કોણ છે
ચાલો આ ફેમિલી ટ્રી દ્વારા તેમના જીવન વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.અમનના પિતા નીરજ ગુપ્તા અને માતા જ્યોતિ કોચર ગુપ્તા છે. તેમના લગ્ન પ્રિયા ડાગર સાથે થયા છે અને તેમને બે પુત્રીઓ છે, મિયા ગુપ્તા અને અદા ગુપ્તા.

અમન ગુપ્તાએ કહ્યું કે 40 વર્ષની ઉંમર સુધી તેમનો પરિવાર તેમની પત્નીની આવક પર નિર્ભર હતો અને તેમની પાસે સેંકડો કરોડની સંપત્તિ હતી.આજે આપણે અમન ગુપ્તાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

અમન ગુપ્તા પોતાની મહેનતને કારણે, તે આજે એક સુંદર જીવન જીવે છે.અમન ગુપ્તાએ કહ્યું કે સફળતા મેળવવા માટે તેમણે દરરોજ 16 કલાક કામ કર્યું હતુ.

અમન ગુપ્તાનો પરિવાર જુઓ

તેમણે એક નાના કાફેથી પોતાનું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું હતું અને આજે તેઓ કરોડો રૂપિયાનો માલિક બની ગયા છે.શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ બન્યા પછી તે ઘર-ઘરમાં જાણીતો બની ગયો.

અમન ગુપ્તાનો જન્મ 4 માર્ચ 1982ના રોજ દિલ્હીમાં થયો છે. તેઓ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAt Lifestyle ના સહ-સ્થાપક અને ચીફ માર્કેટિંગ ઓફિસર (CMO) હતા, તેમણે IPO પ્રોસ્પેક્ટસ ફાઇલ કરવાના માત્ર 29 દિવસ પહેલા જ CMOના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

તેઓ બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જજ અને રોકાણકાર છે. અમન ગુપ્તાનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ નીરજ ગુપ્તા અને માતાનું નામ જ્યોતિ કોચર ગુપ્તા છે.

અમન ગુપ્તાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, આર. કે. પુરમમાંથી પૂર્ણ કર્યું. તેમણે દિલ્હી યુનિવર્સિટી હેઠળની શહીદ ભગતસિંહ કોલેજમાંથી બીકોમ (ઓનર્સ) સાથે સ્નાતક થયા અને પછી ICAI માં જોડાયા. તેમણે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી ફાઇનાન્સ અને સ્ટ્રેટેજીમાં MBA કર્યું છે.

અમન ગુપ્તાએ આસિસ્ટન્ટ મેનેજર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. બાદમાં તેઓ KPMGમાં સિનિયર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે જોડાયા હતા.ત્યારબાદમાં તેમણે એડવાન્સ્ડ ટેલિમીડિયા પ્રાઇવેટ લિમિટેડની સહ-સ્થાપના કરી અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO)ના પદ પર બઢતી મેળવી હતી.

તેમણે 2016માં સમીર મહેતા સાથે ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ boAt ની સ્થાપના કરી હતી.આ કંપની હેડફોન, સ્માર્ટ ઘડિયાળો અને સ્પીકર્સ વેચે છે. અમન ગુપ્તાએ 2008માં પ્રિયા ડાગર સાથે લગ્ન કર્યા. આ દંપતીને 2 પુત્રીઓ છે.

પ્રિયા ડાગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

તે બે બાળકોની ફિટ માતા છે. સ્ટાઇલિશ મામલે તે ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે. પ્રિયા ડાગર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અંદાજે 19,000 ફોલોઅર્સ છે

રિપોર્ટ મુજબ અમન ગુપ્તાની કુલ સંપત્તિ 700 કરોડ હોવાનો અંદાજ છે.

તેમની પાસે કારનું મોટું કલેક્શન છે. તેમનું ઘર પણ અંદરથી ખૂબ જ લક્ઝકરી છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
