Breaking News: બિટકોઇનમાં હડકંપ, ભાવ 4 લાખ રૂપિયા નીચે ગયો, જાણો હજુ કેટલો નીચે જશે
બિટકોઇનના ભાવમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. બિટકોઇનના ભાવમાં 4 લાખ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. હવે રોકાણકારો ચિંતામાં છે કે ભાવ હજુ કેટલો નીચે જશે?

કેટલાંક દિવસો પહેલા બિટકોઇનનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર હતો. ટૂંકમાં કહીએ તો, બિટકોઇનનો $1,10,000ને પાર હતો. જો કે, ત્યારબાદ બિટકોઇનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આ ઘટાડો કોઈ એક ટાઈમફ્રેમમાં નહીં પણ સતત 10 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ, 1 કલાક, 2 કલાક અને 3 કલાક સુધીના તમામ ટાઈમફ્રેમ્સમાં નોંધાઈ રહ્યો છે.

ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે ભાવમાં ઘટાડાની શરૂઆત થઈ હતી. થોડા સમય માટે ક્રિપ્ટો સ્થિર રહ્યો હતો પણ સવારના 9:30 વાગ્યે ફરીથી ભાવમાં ઘટાડો જોવા મળ્યો અને પછી તો ક્રિપ્ટોમાં સતત ઘટાડો જ જોવા મળ્યો.

હાલમાં માર્કેટમાં $1 લાખનું લેવલ દર્શાવાઈ રહ્યું છે જે એક નબળો સપોર્ટ કહેવાય. જો આ સપોર્ટ તૂટી જાય, તો ભાવ $92,000 સુધી જઈ શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે, આગળ “તબાહી” થઈ શકે છે. ક્રિપ્ટોના ભાવમાં ઘટાડો થવો એ રોકાણકારો માટે એક 'રેડ એલર્ટ' છે.
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
