બિહારની ચૂંટણીનો ચોંકાવનારો ઇતિહાસ.. જાણો જંગલ રાજથી Zero Repolls સુધીના સમયમાં કેવી કેવી ઘટનાઓ બની?
1985 થી 2005 દરમિયાન બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં થયેલી ભયાવહ હિંસા, મૃત્યુ અને રીપોલિંગની સ્થિતિ સર્જાઇ છે. અહીં આ ઘટનાઓ વિગતવાર દર્શાવવામાં આવી છે.

બિહારમાં ચૂટણી દરમિયાન પહેલા ચૂંટણી યોજાતી ત્યારે રાજ્યમાં ગંભીર હિંસા અને અસામાન્ય પરિસ્થિતિ જોવા મળતી. મતદારો માટે સુરક્ષાનું જાળવવું મુશ્કેલ બની ગયું હતું અને ઘણા Booths પર રીપોલિંગ કરવું પડતું. આજે 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કઈક અલગ જ સ્થિતિ છે.

1985 – ભૂતકાળની ગંભીરતા : 1985ની બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજયભરમાં અસામાન્ય હિંસા જોવા મળી હતી. ચૂંટણી દરમિયાન 63 લોકોના મોત ની નોંધ મળી અને 156 મતદાન કેન્દ્રોમાં રીપોલિંગ કરવું પડ્યું હતું. આ સમયને રાજ્યમાં ‘જંગલ રાજ’ તરીકે યાદ કરવામાં આવે છે.

1990 – હિંસા અને ખોટી પ્રથાઓ : 1990ની ચૂંટણીમાં હિંસા વધારે વધી હતી. રાજ્યભરમાં 87 લોકોના મોત ની ઘટના બની અને ચૂંટણી પ્રક્રિયામાં અશાંતિ જોવા મળી. આ સમયે મતદાન સુરક્ષામાં મોટી ખામીઓ સામે આવી.

1995 – TN સેશનને ચેતવણીઓ : 1995ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી આયોજક TN સેશન ને રાજ્યમાં અસાધારણ હિંસા અને ચૂંટણીમાં ભ્રષ્ટાચારને કારણે ચારી વખત ચૂંટણી મુલતવી રાખવી પડી. આ સમયગાળામાં રાજ્યની ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ પડકારજનક બની.

2005 – હિંસા અને રીપોલિંગ : 2005ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ હિંસા અને ચૂંટણીમાં ગેરપ્રથાઓ જોવા મળ્યાં. પરિણામે 660 Booths પર રીપોલિંગ કરવું પડ્યું. રાજ્યમાં શાંતિ અને સુરક્ષાનું જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું.

2025 – શાંતિ અને શૂન્ય રીપોલિંગ : પરંતુ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણી રાજ્યના લોકશાહી ઈતિહાસમાં વિશેષ રહી. ચૂંટણી દરમિયાન શૂન્ય હિંસા અને શૂન્ય રીપોલિંગ નોંધાયું. સરકારના પગલાં અને ચૂંટણી આયોજકોના પ્રયત્નો શ્રેષ્ઠ પરિણામ માટે કારગર સાબિત થયા.
બિહારના રાજકીય ઇતિહાસનો બીજો Exit Poll પડ્યો સાચો
