Stock Market : 15 વર્ષ પછી કર્યું મોટું ‘એલાન’! દેશની ચોથી સૌથી મોટી પ્રાઈવેટ બેંક કરશે ‘સ્ટોક સ્પ્લિટ’, રેકોર્ડ ડેટ તમને ખબર છે કે નહીં?
રોકાણકારોમાં હાલ ઉત્સાહનો કોઈ પાર નથી. વાત એમ છે કે, દેશની ચોથી સૌથી મોટી પ્રાઈવેટ બેંકે 'સ્ટોક સ્પ્લિટ'ની જાહેરાત કરી છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, આ પ્રાઇવેટ બેંકના શેરમાં છેલ્લા 10 વર્ષમાં અંદાજિત 202% જેટલો જંગી ઉછાળો જોવા મળ્યો છે.

બેન્કિંગ સેક્ટરની અગ્રણી બેંકે સ્ટોક સ્પ્લિટ માટેની રેકોર્ડ ડેટ જાહેર કરી છે. બેંકે અગાઉ જાહેરાત કરી હતી કે, સબ-ડિવિઝનમાં ₹5 ની ફેસ વેલ્યુવાળા એક ઇક્વિટી શેરને ₹1 ની ફેસ વેલ્યુવાળા 5 ઇક્વિટી શેરમાં વહેંચવામાં આવશે.

આ શેર સ્પ્લિટનો ફાયદો એવા રોકાણકારોને થશે કે, જે રેકોર્ડ ડેટ પહેલાના દિવસથી બેંકના શેર ડીમેટ ખાતામાં ધરાવે છે. નોંધનીય છે કે, જે શેરધારકો રેકોર્ડ ડેટ પર શેર ખરીદે છે, તેઓ સ્પ્લિટ માટે પાત્ર રહેશે નહીં, કારણ કે ભારતીય શેરબજાર T+1 સેટલમેન્ટ હેઠળ ટ્રેડ કરે છે. વધુમાં, જે રોકાણકારો રેકોર્ડ ડેટ પર આ પ્રાઇવેટ બેંકના શેર ખરીદે છે, તેમના સ્ટોક બીજા દિવસે ડીમેટ ખાતામાં જમા થઈ જશે.

બેંકે બુધવાર, 14 જાન્યુઆરી, 2026 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું છે કે, બેંકે હાલના ઇક્વિટી શેરોના સબ-ડિવિઝન માટે બુધવાર, 14 જાન્યુઆરી 2026 ને ‘રેકોર્ડ તારીખ’ તરીકે નક્કી કરી છે.

બેંકે ₹5 ની ફેસ વેલ્યુવાળા એક ઇક્વિટી શેરને ₹1 ની ફેસ વેલ્યુવાળા 5 ઇક્વિટી શેરમાં સ્પ્લિટ કરવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ થયો કે, સ્પ્લિટ રેશિયો 1:5 રહેશે. હાલમાં, બેંકના શેરની ફેસ વેલ્યુ ₹5 છે.

આ સાથે પ્રાઇવેટ બેંકે મજબૂત ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ પણ જાળવી રાખ્યો છે. આ બેન્કે છેલ્લા 10 વર્ષમાં ગજબનું ડિવિડન્ડ આપ્યું છે. માત્ર વર્ષ 2020માં કોરોના મહામારીના કારણે બેંકે કોઈ ડિવિડન્ડ આપ્યું નહોતું.

30 ડિસેમ્બર, મંગળવારના રોજ કોટક મહિન્દ્રા બેંકના શેર ₹2152.70 ના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. આ શેરમાં ત્રણ મહિનાની અંદર આશરે 7% નો વધારો જોવા મળ્યો છે, જ્યારે વર્ષ 2025 માં આ શેર 19% વધ્યો છે. વધુમાં લાંબાગાળે એટલે કે 10 વર્ષમાં આ શેર આશરે 202% જેટલો વધ્યો છે.
Stock Market: 01 જાન્યુઆરી, 2026 ના રોજ શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ ? વર્ષ 2026 માં કેટલા દિવસ માર્કેટ બંધ રહેશે ? જુઓ આખું લિસ્ટ
