AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત શર્મા ઈજાના કારણે આગામી મેચોમાંથી થયો બહાર

RCB સામેની મેચમાં રોહિત શર્માને ઈજા થઈ હતી અને તેણે રીટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું. જે બાદ તે ફરી રમવા આવ્યો ન હતો. હવે રોહિતની ઈજાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે, જે અનુસાર રોહિત આગામી કેટલીક મેચોમાં રમી શકશે નહીં. રોહિતનું બહાર થવું મુંબઈ માટે મોટો ઝટકો છે.

Breaking News : મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત શર્મા ઈજાના કારણે આગામી મેચોમાંથી થયો બહાર
Rohit SharmaImage Credit source: X
| Updated on: Apr 15, 2026 | 3:20 PM
Share

IPL 2026 માં ખરાબ પ્રદર્શન કરી રહેલા મુંબઈ ઈન્ડિયન્સને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો અનુસાર રોહિત શર્માની આગામી મેચમાં રમવાની શક્યતા ઓછી છે. રોહિત RCB સામેની મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. હેમસ્ટ્રિંગ ઈજાના કારણે રોહિતને રીટાયર્ડ હર્ટ થવાની ફરજ પડી હતી. આ ઈજા બાદ એવું અનુમાન હતું કે તે પંજાબ કિંગ્સ સામે રમી શકશે નહીં. રોહિત શર્માની ઈજા કેટલી ગંભીર છે તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શક્ય છે કે તેને આગામી મેચ માટે આરામ આપવામાં આવે.

રોહિત શર્માની ઈજા ગંભીર છે

રોહિત શર્માની હેમસ્ટ્રિંગ ઈજા મુંબઈ માટે ખરાબ સમાચાર છે. રોહિત તેની કારકિર્દી દરમિયાન આ ઈજાથી પીડાતો રહ્યો છે. તેને ઘણી વાર હેમસ્ટ્રિંગમાં ઈજામાંથી સ્વસ્થ થવામાં સમય લાગ્યો છે. જો આ વખતે તેની ઈજા ગંભીર હશે, તો તે આ સિઝનમાં ઘણી મેચો ચૂકી શકે છે. રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના પ્રેક્ટિસ સેશનમાં પણ દેખાતો નથી, જે દર્શાવે છે કે રોહિતની આગામી મેચમાં રમવાની શક્યતા ઓછી છે અને તેને આગામી મેચોમાં પણ આરામ કરવાની જરૂર પડી શકે છે.

કોણ લેશે રોહિત શર્માનું સ્થાન?

હવે પ્રશ્ન એ છે કે, જો રોહિત શર્મા ઈજાના કારણે આગામી મેચોમાં નહીં રમે, તો મુંબઈ ઈન્ડિયન્સ માટે ઓપનિંગ કોણ કરશે? મુંબઈ ઈન્ડિયન્સ પાસે દાનિશ માલેવર જેવો પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ શું તેના પર વિશ્વાસ કરવામાં એ મોટો પ્રશ્ન છે?

મુંબઈના ખેલાડીઓનું ખરાબ ફોર્મ

રોહિત શર્માની ઈજા કરતા અન્ય ખેલાડીઓના ખરાબ ફોર્મને કારણે મુંબઈને વધુ નુકસાન થયું છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે જસપ્રીત બુમરાહ હજુ સુધી વિકેટ લઈ શક્યો નથી. હાર્દિક પંડ્યા અને ટ્રેન્ટ બોલ્ટ પણ ફોર્મમાં નથી. આ જ કારણ છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી શકી છે. તેથી, જો મુંબઈ ઈન્ડિયન્સે વાપસી કરવી હોય, તો તેના બધા ખેલાડીઓએ યોગદાન આપવું પડશે. જો પંજાબ કિંગ્સ સામે આવું ન થાય, તો મુંબઈની હાર નક્કી છે.

Breaking News: ચેપોકમાં ચાલ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો જાદુ, કોલકાતા નાઈટ રાઈડર્સની IPL 2026માં ચોથી હાર

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">