રોકાણ કરવા માટે દરેક લોકો બેસ્ટ ઓપ્શનની પસંદગી કરતાં હોય છે. LIC આ સ્કીમમાં તમે FDની જેમ માત્ર એક જ વાર પૈસા જમા કરાવીને એક મોટી રકમ મેળવી શકો છો.
આ પોલિસી 90 દિવસના બાળકથી લઈ 65 વર્ષની વયની વ્યક્તિ સુધીના લોકોને આપી શકાય છે. આ પોલિસી 10 વર્ષથી 25 વર્ષ સુધીની પોલિસી ટર્મ માટે લઈ શકાય છે. જો તમે 2 લાખ રૂપિયાની વીમા રકમની પોલિસી લીધી હોય, તો તેનું સિંગલ પ્રીમિયમ GST સહિત 93,193 રૂપિયા હશે. જ્યારે પોલિસી 25 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે રોહિતને 5.45 લાખ રૂપિયાની મેચ્યોરિટી રકમ મળશે.
સમ એશ્યોર્ડ તરીકે 2,00,000, બોનસ તરીકે 2,55,000 અને અંતિમ વધારાના બોનસ 90,000. આ રીતે કુલ રકમ 5,45,000 રૂપિયા થશે. આમાં, લઘુત્તમ રકમ 50,000 રૂપિયા છે અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી. જો તમે બાળક માટે પોલિસી લો છો, તો કવરેજ તેની ઉંમર 8 વર્ષ કે તેથી વધુ થવા પર શરૂ થશે.
આ પોલિસીમાં, જો પોલિસી ધારકનું મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને 2,00,000 રૂપિયાની વીમાની રકમ મળશે. આ પછી તમને બોનસના પૈસા મળશે.
તેથી પોલિસીની સરખામણી ફિક્સ ડિપોઝિટ સાથે કરવામાં આવી છે. FDમાં એકમ રકમ જમા કરવામાં આવે છે જેના પર પાકતી મુદત પછી મોટી રકમ પ્રાપ્ત થાય છે. LICના આ સિંગલ પ્રીમિયમ એન્ડોમેન્ટ પ્લાનમાં પણ એવું જ છે.