TMKOC : લાખો ચાહકોના દિલ જીતનાર ‘બબીતાજી’ છેલ્લા 10 દિવસથી મુશ્કેલીમાં, તૂટ્યો દુઃખનો પહાડ અને જણાવી પોતાની આપવીતી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં 'બબીતા જી'નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન છે. છેલ્લા 10 દિવસ અભિનેત્રી માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે, જેના કારણે તે સોશિયલ મીડિયાથી પણ દૂર રહી છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ એક એવો શો છે કે, જેને ચાહકો તરફથી ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ખાસ વાત તો એ કે, 'બબીતા જી'નું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની છે.

જણાવી દઈએ કે, મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે સોશિયલ મીડિયા પર પણ જોવા મળી નથી. આ બાબતને લઈને મુનમુન દત્તાએ ખુલાસો કર્યો છે અને એક પોસ્ટ શેર કરી છે.

આ પોસ્ટ શેર કરતા મુનમુન દત્તાએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસો તેના માટે ખૂબ જ પીડાદાયક અને મુશ્કેલ રહ્યા છે. તેની માતા છેલ્લા થોડા દિવસોથી બીમાર છે, જેના કારણે તે સોશિયલ મીડિયાથી દૂર છે.

જણાવી દઈએ કે, મુનમુન દત્તાને વારંવાર હોસ્પિટલ પણ જવું પડે છે. મુનમુન દત્તાએ તાજેતરમાં એક પોસ્ટ શેર કરી હતી, જેમાં મુનમુને પર્સનલ લાઈફમાં ચાલી રહેલી મુશ્કેલીઓ વિશે જણાવ્યું હતું અને ફેન્સ સાથે તેની માતાના સ્વાસ્થ્યને લગતા સમાચાર પણ શેર કર્યા હતા.

મુનમુન દત્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'હા, હું ઘણા સમયથી સોશિયલ મીડિયાથી દૂર છું. મારી મમ્મીની તબિયત સારી નથી અને હું છેલ્લા 10 દિવસથી વારંવાર હોસ્પિટલની મુલાકાત લઈ રહી છું. જો કે, હવે મમ્મીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે.'

મુનમુન દત્તાએ આગળ જણાવ્યું કે, મમ્મીની સંભાળ રાખવાને કારણે તે પ્રોફેશનલ કમિટમેન્ટને લઈને પણ થોડી ચિંતા અનુભવી રહી છે. તેના માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવું મુશ્કેલ બની રહ્યું છે.

મુનમુને આગળ લખ્યું કે, 'છેલ્લા કેટલાક દિવસોમાં પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ કમિટમેન્ટ વચ્ચે બેલેન્સ બનાવવું ખૂબ જ કંટાળાજનક રહ્યું છે. જો કે, હું મારા મિત્રોની આભારી છું કે જેમણે આ મુશ્કેલ સમયમાં મને સાથ આપ્યો. ભગવાનનો ખૂબ ખૂબ આભાર.'

તમને જણાવી દઈએ કે, મુનમુન દત્તા ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક ચર્ચિત નામ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાજીના પાત્રથી દર્શકોના દિલ જીતી રહી છે.
બોલિવુડ, સાઉથ , ગુજરાતી સિનેમા, ટીવી સીરિયલ તેમજ રિયાલિટી શોના લેટેસ્ટ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
