દિવ્યાંગજનોના વિકાસ માટે સમર્પિત કોશિશના વાર્ષિક કાર્યક્રમમાં ‘જઠરે શયનમ’શોર્ટ ફિલ્મનો ફર્સ્ટ લૂક જાહેર કરાયો
ગઇ કાલે કોશિશનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો. જેમાં કોશીશે 60 બાળકોને તેમની પ્રતિભા બતાવવા મંચ પ્રદાન કર્યું. વિવિધ 6 થી 66 વર્ષની વય સુધીના દિવ્યાંગજનોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં બોલિવૂડ નંબર્સથી લઇને ગુજરાતી ડાકલા જેવી વિવિધ પ્રકારની સર્જનાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી.

કોશિશ છેલ્લા બે દાયકાથી વધુ સમયથી દિવ્યાંગજન માટે નિરંતર કામ કરી રહ્યું છે. સંસ્થાની સ્થાપના પૂર્વી કમલનયન ત્રિવેદીએ કરી છે જેઓ સંપૂર્ણ સમર્પણથી દિવ્યાંગજનની સેવા અને વિકાસ માટે કાર્યરત છે. સમાજમાં વિશેષ જરૂરિયાત ધરાવતા લોકોને માત્ર મદદ નહીં, પણ સન્માન, તક અને જીવનને નવો દ્રષ્ટિકોણ આપવામાં કોશિશ સતત પ્રયત્નશીલ છે.

કોશિશ થકી હવે મોગરી, કાઠિયાવાડ જેવા ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વસતા દિવ્યાંગજનોને પણ સહાય, માર્ગદર્શન અને તાલીમ મળી રહી છે

ગઇ કાલે કોશિશનો વાર્ષિક કાર્યક્રમ યોજાયો. જેમાં કોશીશે 60 બાળકોને તેમની પ્રતિભા બતાવવા મંચ પ્રદાન કર્યું. વિવિધ 6 થી 66 વર્ષની વય સુધીના દિવ્યાંગજનોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં બોલિવૂડ નંબર્સથી લઇને ગુજરાતી ડાકલા જેવી વિવિધ પ્રકારની સર્જનાત્મક પ્રસ્તુતિ કરવામાં આવી.

સાથે જ “જઠરે શયનમ” નામની એક શૉર્ટ ફિલ્મના ફર્સ્ટ લૂકનું અનાવરણ કોશિશના આમંત્રિતો માટે યોજાયું. આ ફિલ્મ ભારતની વાસ્તવિક પરિસ્થિતિઓ પર આધારિત છે, જેમાં માનસિક રીતે અશક્ત ગર્ભવતી મહિલાના જીવનપ્રસંગને ખૂબ જ સંવેદનાથી રજૂ કરવામાં આવ્યો છે. સમાજ કેવી રીતે નિષ્ઠા અને કરુણાથી આવા લોકોને મદદ કરવા આગળ આવે છે, તે ફિલ્મનું મુખ્ય તત્વ છે.

ફિલ્મ કોઈનું મન દુભાય નહીં તેવા પ્રયત્ન સાથે સાદગીપૂર્વક, છતાં વાસ્તવિકતા જાળવીને રજૂ કરવામાં આવી છે. માતા અને સંતાનનો સંબંધ – અનેક પડકારોને પાર કરીને કેવી રીતે શાશ્વત રહે છે, તેનો ભાવભીનો સંદેશ ફિલ્મ આપે છે.

આ ફિલ્મની મૅન્ચેસ્ટર, સિનસાઇન, ઑસ્ટિન અને કાન્સ સહિત અનેક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પુરુસ્કૃત કરવામાં આવી છે. જેનો સંપૂર્ણ શ્રેય કોશિશના ડિરેક્ટર પૂર્વી કમલનયન ત્રિવેદીના ફાળે જાય છે
Vastu Tips: સાવરણી પર ભૂલથી પણ પગ ન મુકવો જોઈએ, જાણો શું કહે છે વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો