AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Richest Mayor : અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ કેટલા અમીર ? 88 જગ્યાએ છે જમીનો, સંપતિ જાણી ચોંકી જશો..

અમદાવાદના નવા મેયર હિતેશ બારોટ પ્રચંડ સંપત્તિનો ખુલાસો થયો છે. ચૂંટણી એફિડેવિટ મુજબ, તેમની અને તેમની પત્ની પાસે 88 જગ્યાએ જમીનો અને અનેક ચલ-અચલ મિલકતો છે. આ સિવાય તેમની સંપતિનો આંકડો સાંભળી ચોંકી જશો.

| Updated on: May 28, 2026 | 5:04 PM
Share
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને વ્હીપ સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓની લાંબા સમયથી રાહ જોવાતી નિમણૂકો આખરે 26 મેના રોજ જાહેર કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ લગભગ એક મહિના પછી આ જાહેરાત કરવામાં આવી હતી.

1 / 8
અમદાવાદના નવા મેયર તરીકે હિતેશ બારોટનું નામ જાહેર થયું છે. ત્યારે હિતેશ બરોટે ચૂંટણી દરમિયાન સબમિટ કરેલા એફિડેવિટનું પણ વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં સામે આવ્યું કે અમદાવાદને અત્યાર સુધીના સૌથી ધનિક મેયરમાંથી એક મળ્યા છે.

2 / 8
એફિડેવિટ મુજબ હિતેશ બારોટ અને તેમની પત્નીની સંયુક્ત સંપત્તિ અંદાજે ₹109.40 કરોડ જેટલી છે. તેમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આવેલી 88 જગ્યાઓ પર ફેલાયેલી કુલ 228 બીઘા જમીન, લગભગ 57 તોલા સોનું, થાર SUV, લાઇસન્સવાળી રિવોલ્વર સહિત અનેક ચલ અને અચલ મિલકતોનો સમાવેશ થાય છે.

3 / 8
અમદાવાદના પ્રથમ નાગરિક તરીકે પદભાર સંભાળ્યા બાદ મેયર હિતેશ બારોટે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે તેઓ કાર્યકાળ દરમિયાન મેયર માટે ફાળવાયેલા સરકારી બંગલાનો ઉપયોગ નહીં કરે અને કોઈ ભેટ પણ સ્વીકારશે નહીં. પદભાર સંભાળ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, “હું અત્યાર સુધી વિવિધ હોદ્દાઓ પર રહીને ક્યારેય સરકારી સુવિધાઓનો ઉપયોગ કર્યો નથી અને મેયર તરીકે પણ એ જ પરંપરા જાળવીશ.” તેમણે વધુમાં કહ્યું હતું કે, “પૂર્વ મેયર કિરીટ પરમાર પણ માત્ર એક રૂમમાં રહેતા હતા અને તેમણે પણ મેયર બંગલાનો ઉપયોગ કર્યો નહોતો. તેથી હું પણ મારા નિવાસસ્થાને જ રહીશ અને મેયર બંગલાનો ઉપયોગ નહીં કરું.”

4 / 8
ચૂંટણી એફિડેવિટ મુજબ હિતેશ બારોટ અને તેમની પત્નીની કુલ સંપત્તિ લગભગ ₹109.40 કરોડ છે. દંપતીની જાહેર કરાયેલી સંપત્તિમાં રોકડ રકમ, બેંક ડિપોઝિટ, શેર-બોન્ડ, LIC પોલિસી, વાહનો, દાગીના, લાઇસન્સવાળા હથિયારો, ખેતી અને બિનખેતીની જમીનો, કોમર્શિયલ પ્રોપર્ટી તેમજ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે.

5 / 8
એફિડેવિટની વિગતો અનુસાર હિતેશ બારોટ પાસે કુલ 88 અલગ અલગ જગ્યાઓ પર ફેલાયેલી લગભગ 228 બીઘા જમીન છે. જેમાં તેમના પોતાના નામે કુલ 2,11,228 ચોરસ મીટર ખેતી અને બિનખેતીની જમીન નોંધાયેલી છે. જ્યારે તેમની પત્નીના નામે 1,57,839 ચોરસ મીટર ખેતી અને બિનખેતીની જમીન છે. દંપતીની કુલ જમીનની કિંમત અંદાજે ₹95.60 કરોડ હોવાનું જણાવાયું છે.

6 / 8
એફિડેવિટ મુજબ હિતેશ બારોટ પાસે કુન્ડાલ, લીલાપુર, ઓગણજ, ધામતવન, બોરીસણા અને બોડકદેવ સહિતના વિસ્તારોમાં કુલ 1,04,475 ચોરસ મીટર ખેતીની જમીન છે. તે ઉપરાંત તેમના નામે કુન્ડાલ, થલતેજ, નંદોલ, દહેગામ, ગોરજ અને મગોડી વિસ્તારોમાં કુલ 1,06,753 ચોરસ મીટર બિનખેતીની જમીન નોંધાયેલી છે. હિતેશ બારોટ પાસે કુલ 551.15 ચોરસ મીટર કોમર્શિયલ પ્રોપર્ટી પણ છે. જેમાં બોડકદેવના મિલી કોમ્પ્લેક્ષમાં આવેલી દુકાન અને PVR અરવિંદ રાણીપની મિલકતનો સમાવેશ થાય છે.

7 / 8
જ્યારે તેમની પત્ની રંજનબેનના નામે કુન્ડાલ, લીલાપુર, ઓગણજ અને બોડકદેવ વિસ્તારોમાં કુલ 85,501 ચોરસ મીટર ખેતીની જમીન છે. તે ઉપરાંત રંજનબેનના નામે થલતેજ, કુન્ડાલ અને લીલાપુરમાં કુલ 72,338 ચોરસ મીટર બિનખેતીની જમીન નોંધાયેલી છે. તેમજ તેમની પત્નીના નામે કુલ 551.15 ચોરસ મીટર કોમર્શિયલ મિલકતો છે, જેમાં મેગ્નિફિકો ઓફિસ, શુકન ટાવરની દુકાન અને PVR અરવિંદ રાણીપનો સમાવેશ થાય છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.)

8 / 8

અમદાવાદમાં ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

Follow Us
મોરબીમાં ભારે વરસાદનો કહેર! NDRF-SDRFએ 50થી વધુ લોકોનું કર્યુ રેસ્ક્યુ

રાજકોટના જળબંબાકાર; વોકળા પર દબાણના કારણે મકાનોમાં ઘૂસ્યા પાણી! Video

મેગા રેસ્ક્યૂ ઓપરેશન! સ્થાનિકોએ દોરડાની મદદથી 50 લોકોને કર્યા રેસ્ક્યુ

નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે

નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video

શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો

ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'

દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી

વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ

ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર

g clip-path="url(#clip0_868_265)">