AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : અમદાવાદમાં ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, નિવૃત્ત DySP ચર્ચામાં, જુઓ Video

Ahmedabad Breaking News : અમદાવાદમાં ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, નિવૃત્ત DySP ચર્ચામાં, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2026 | 7:23 PM
Share

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટનાથી તણાવ સર્જાયો છે. એક નિવૃત્ત DySP દ્વારા અંદાજે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું, જેનું કારણ જૂનો જમીન વિવાદ હોવાનું મનાય છે.

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં બુધવારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જ્યારે અહીં ફાયરિંગની ઘટના સામે આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ વિસ્તારમાં અંદાજે પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર ફાયરિંગ કરનાર વ્યક્તિ નિવૃત્ત DySP હોવાનું સામે આવ્યું છે. શરૂઆતની તપાસમાં જમીન સંબંધિત જૂના વિવાદને લઈને આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, સમગ્ર મામલે હજી સુધી સત્તાવાર રીતે સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી નથી.

ઘટનાની જાણ થતા જ સેટેલાઈટ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ એકત્ર કરવાની તેમજ સ્થાનિક લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફાયરિંગ દરમિયાન કોઈને ઈજા પહોંચી છે કે નહીં તે અંગે હજી સ્પષ્ટ માહિતી સામે આવી નથી. પોલીસ સમગ્ર ઘટનાની દરેક દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક રીતે જમીન વિવાદને કારણભૂત માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર હકીકત સામે આવશે.

ઇબોલા વાયરસને લઈ અમદાવાદનું તંત્ર એલર્ટ, જુઓ Video

Published on: May 27, 2026 07:22 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">