AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક ગુજરાતીએ બીજા ગુજરાતીને પાછળ છોડ્યો, અંબાણીને પછાડી અદાણી ફરી બન્યા એશિયાના ‘સૌથી ધનિક વ્યક્તિ’

સૌથી ધનિક વ્યક્તિ બનવાની રેસમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પાછળ છોડીને ફરી એકવાર એશિયાના સૌથી અમીર વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

| Updated on: Apr 17, 2026 | 2:35 PM
Share
દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ગુજરાતના જ બીજા એક મોટા ગજાના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો ખિતાબ પોતાના નામે કર્યો છે. પોર્ટ્સથી લઈને એનર્જી સુધીના તેમના કારોબાર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં સતત થયેલા વધારાને કારણે તેમની કુલ સંપત્તિમાં (નેટવર્થ) મોટો ઉછાળો આવ્યો છે.

1 / 8
તાજેતરના અબજોપતિઓના રેન્કિંગ અનુસાર, 92.6 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે અદાણીએ અંબાણીને પાછળ છોડી દીધા છે. અંબાણીની કુલ સંપત્તિ 90.8 અબજ ડોલર છે. આ સાથે જ અદાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. પોતાના નામે બનેલા અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણી ભારતના સૌથી મોટા ખાનગી બંદર નેટવર્કનું સંચાલન કરે છે. આ સાથે તેઓ દેશના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી ઉત્પાદક અને ખાનગી એરપોર્ટ ઓપરેટર પણ છે. આ સિવાય વિશ્વના સૌથી મોટા કોલસાના વેપારીઓમાંના એક છે.

2 / 8
હાલમાં, તેઓ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં 19મા સ્થાને છે. આ ઇન્ડેક્સ વિશ્વના 500 સૌથી ધનિક લોકો પર નજર રાખે છે અને દરરોજ અપડેટ કરવામાં આવે છે. અદાણીની સંપત્તિનો મોટો હિસ્સો તેમના જ ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંના શેરહોલ્ડિંગમાંથી આવે છે. અદાણી ગ્રુપના શેરમાં તાજેતરમાં આવેલા ઉછાળાએ તેમની માર્કેટ વેલ્યુમાં અબજો ડોલરનો વધારો કર્યો છે. આ બાબત સંકેત આપે છે કે,  રોકાણકારો ભારતના આર્થિક વિકાસ અને એનર્જી ટ્રાન્ઝિશન સાથે જોડાયેલી અસ્કયામતોમાં ભારે રસ લઈ રહ્યા છે.

3 / 8
આનાથી વિપરીત, અંબાણીની સંપત્તિ, જે મુખ્યત્વે તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (જેનો વ્યવસાય એનર્જી, ટેલિકોમ અને રિટેલ સુધી ફેલાયેલો છે) પર આધારિત છે, તેમાં ઓછો વધારો જોવા મળ્યો છે. આ કારણે અબજોપતિઓના રેન્કિંગમાં મોટો ફેરફાર આવ્યો છે.

4 / 8
અબજોપતિના રેન્કિંગમાં સૌથી ઉપર 'એલોન મસ્ક' છે. તેઓ ટેસ્લા (વિશ્વની સૌથી કિંમતી કાર ઉત્પાદક કંપની) અને રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) છે. તેમની કુલ સંપત્તિ 656 અબજ ડોલર છે, જે તેમના નજીકના હરીફ લેરી પેજની સંપત્તિ કરતા બમણીથી પણ વધુ છે. પેજ, ગૂગલની હોલ્ડિંગ કંપની આલ્ફાબેટના સહ-સ્થાપક છે અને તેમની કુલ સંપત્તિ 286 અબજ ડોલર છે.

5 / 8
એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ 269 અબજ ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. ટોપ 50માં માત્ર અદાણી અને અંબાણી જ ભારતીય છે. અદાણીની કંપનીના શેરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો, તે પહેલા અંબાણી એક દાયકા કરતા વધુ સમયથી સતત ભારતના સૌથી ધનિક વ્યક્તિ હતા. ફેબ્રુઆરી 2022માં આવેલા ઉછાળાએ અદાણીને ટોચ પર પહોંચાડ્યા હતા. જો કે, અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ તેમના ગ્રુપના શેર ધડાધડ નીચે પડ્યા હતા, જેના કારણે અદાણી ગ્રુપને તેની માર્કેટ વેલ્યુમાં 100 અબજ ડોલરનું નુકસાન થયું હતું. આના લીધે અંબાણી ફરીથી ટોચ પર પહોંચ્યા હતા.

6 / 8
વર્ષ 2024ના મધ્યમાં અદાણીએ ફરી એકવાર અંબાણીને પાછળ છોડી દીધા હતા. આનું મુખ્ય કારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી ટ્રાન્ઝિશનની ચર્ચાઓને કારણે અદાણીના શેરમાં આવેલો ઉછાળો હતો. વર્ષ 2025ના મધ્યમાં અંબાણીએ ફરી ટોચનું સ્થાન મેળવ્યું હતું પરંતુ આ મહિને તેમણે તે સ્થાન ફરી ગુમાવ્યું છે.

7 / 8
અદાણી ગ્રુપે એક પોર્ટફોલિયો તૈયાર કર્યો છે, જેમાં ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ, વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ સાથે જોડાયેલ એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, તેમજ કુદરતી સંસાધનો, એરપોર્ટ, સંરક્ષણ અને એરોસ્પેસ, ડેટા સેન્ટર, સિમેન્ટ, મીડિયા, રોડ, રેલ અને મેટ્રો નેટવર્ક, રિયલ એસ્ટેટ, ખાદ્ય અને FMCG તેમજ ડિજિટલ પ્લેટફોર્મ જેવા ક્ષેત્રોમાં રોકાણનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ, ગૌતમ અદાણી ભારતના એવા પ્રથમ 'ફર્સ્ટ જનરેશન' (પહેલી પેઢીના) ઉદ્યોગસાહસિક છે કે, જેમણે પોતાના બિઝનેસ સામ્રાજ્યને 200 અબજ ડોલરથી વધુના માર્કેટ કેપિટલાઇઝેશન સુધી પહોંચાડ્યું છે.

8 / 8

Swiggy-Zomato યુઝર્સ સાવધાન! મહિને 9થી વધુ ઓર્ડર કરો તો ખિસ્સા પર ભારે પડે છે અસર

Follow Us
24 કલાકમાં 424 ગેરકાયદે બાંગ્લાદેશીઓ ઝડપાયા, જુઓ Video

જામકંડોણાની મહિલાની કેદારનાથમાં તબિયત લથતા ધારાસભ્ય મદદે

પાટણમાં AC બ્લાસ્ટ થતા મહિલા પોલીસ કર્મીનું મોત ! જુઓ-Video

એરફોર્સ જમીન પરના પ્રોજેક્ટમાંથી 15 લાખના લોખંડના સળિયા ચોરાયા

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો

ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video

અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ

સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ

Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">