મોરબીમાં 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો, ઘટના સ્થળના ભયાનક ફોટો થયા વાયરલ
Bridge collapsed in Morbi : મોરબીમાં મચ્છુ નદી પર ઝૂલતો પુલ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટના સ્થળના ભયાનક ફોટો સામે આવ્યા છે.

આજે સાંજે મોરબીમાં મચ્છુ નદી પર 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ તૂટયો છે. આ પુલનું ખાતમુહૂર્ત વર્ષ 1879માં કરવામાં આવ્યુ હતુ.

6 મહિના પહેલા સમારકામ માટે બંધ કરાયો હતો બ્રિજ, સમારકામ બાદ બેસતા વર્ષના દિવસે બ્રિજ ખુલ્લો મુકાયો હતો.

20મી ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઇના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે થયુ હતુ પુલનું ખાતમુહૂર્ત. 3.5 લાખના ખર્ચે ઇ.સ.1880માં બનીને પૂરો થયો હતો આ પુલ. ઝૂલતો પુલ બનાવવાનો સામાન ઇંગ્લેન્ડથી આવ્યો હતો.

દરબારગઢથી નઝરબાગને જોડવા આ પુલનું નિર્માણ કરાયું હતુ. ઝૂલતા પુલની લંબાઈ આશરે 765 ફૂટ જેટલી છે. પુલ તૂટતા અનેક લોકો ઘાયલ થયા છે. જેમને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. તથા અનેક લોકોના મોતની સંભાવના પણ છે. બચાવ કામગીરી માટે રાજકોટ, કચ્છ અને ગાંધીનગરથી બચાવ ટીમ બોલાવવામાં આવી છે.

morbi bridge collapsed